મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટી બરાર ગામે વિવાદિત જગ્યા ઉપર સંડાસ-બાથરૂમ બનાવતી મહિલાને ત્રણ વ્યક્તિઓએ માર માર્યો


SHARE







માળીયા (મી)ના મોટી બરાર ગામે વિવાદિત જગ્યા ઉપર સંડાસ-બાથરૂમ બનાવતી મહિલાને ત્રણ વ્યક્તિઓએ માર માર્યો

માળીયા (મી)ના મોટી બરાર ગામે રહેતી મહિલા તેના ઘર પાસે જે જમીનનો વિવાદ ચાલતો હતો ત્યાં સંડાસ અને બાથરૂમ બનાવી રહી હતી જેના માટે પાયો પણ ખોદવામાં આવ્યો હતો જે પાયો બુરવાની ત્યાં રહેતા અન્ય પરિવારના લોકોએ કામગીરી કરી હતી જેથી તેને રોકતા મહિલાને ગાળો આપીને પથ્થરનો ઘા મારીને મહિલાને ઇજા કરી હતી તેમજ અન્ય મહિલાની સાથે ઝઘડો કરીને જપાજપી કરી હતી તેમજ ફરિયાદી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં ત્રણ વ્યક્તિઓની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ માળીયા (મી)ના મોટી બરાર ગામે રહેતી ભારતીબેન દીપકભાઈ મુન્સી જાતે અનુ. જાતિ (૨૮)એ હાલમાં માળિયાની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભુરાલાલા ખીમજીભાઇ મુછડીયા, જયાબેન ભુરાલાલ મુછડીયા અને દક્ષાબેન વિરજીભાઈ મુછડીયા રહે. બધા મોટી બરાર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોટી બરાર ગામે તેઓના ઘર પાસે જે જગ્યા બાબતે આરોપી ભુરાલાલ મુછડીયા સાથે વિવાદ ચાલે છે તે જગ્યા ઉપર ફરિયાદી મહિલા સંડાસ અને બાથરૂમ બનાવતા હતા જેના માટે ત્યાં પાયો ભરવા માટે પાયો ખોદેલ હતો જોકે, ભૂરાલાલ મુછડીયા તે પાયો બુરતા હોય પાયો બુરવાની ફરિયાદી મહિલાએ ના પાડી હતી જેથી કરીને તે ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદીને ગાળો આપીને અપશબ્દો કહ્યા હતા તેમજ પથ્થરનો ઘા મારીને કમરના ભાગે ઇજા કરી હતી તથા ફરિયાદી અને સાહેદ નિશાબેન આરોપીને સમજાવવા જતા જયાબેન અને દક્ષાબેન દ્વારા તેઓની સાથે ઝઘડો કરીને ઝપાઝપી કરી બોલાચાલી કરવામાં આવી હતી અને ફરિયાદી મહિલાને ભુરાલાલ મુછડીયાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.કે. બાલાસરા ચલાવી રહ્યા છે






Latest News