મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વશન કેન્દ્ર દ્વારા સાઇક્લોફન-૨૦૨૪ નું આયોજન


SHARE







મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વશન કેન્દ્ર દ્વારા સાઇક્લોફન-૨૦૨૪ નું આયોજન

મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વશન કેન્દ્ર દ્વારા સાઇક્લોફન ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે તેને હાલમાં રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે અને હાલમાં તેના માટે જુદા જુદા સાત સ્થળો ઉપર રજીસ્ટ્રેશનની કામગીરી ચાલુ છે અને આ સાયકલો ફનનો કાર્યક્રમ આગામી તા.૭ ને રવિવારે યોજાશે

સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગર સંચાલિત પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર દ્વારા સાયકલો ફન ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૭ જાન્યુઆરીના રોજ મોરબી રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતેથી ૨૦ કિલોમીટર, ૧૦ કિલોમીટર અને ૫ કિલોમીટર આમ જુદી-જુદી ત્રણ કેટેગરીમાં સાયકલો ફનનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે રજીસ્ટ્રેશન કરવાની કામગીરી ચાલુ છે અને આગામી તા. ૨૯/૧૨ સુધી રજીસ્ટ્રેશનની કામગીરી ચાલુ રહેવાની છે અને આ સાયકલો ફનના કાર્યક્રમ માટે થઈને ક્વીન્સ કેક-વસંત પ્લોટ સનાળા રોડ મોરબી, મે. ગણેશ સિમેન્ટ-જીઆઇડીસી મેઇન રોડ મોરબી, ફિજિયોફીટ- વોડાફોન સ્ટોરની ઉપર મોરબી, વન-અપ ટેલી કોમ-ઓમ શોપિંગ મોરબી, ઇન્ડિયા હેર સલૂન-બાપાસીતારામ ચોક મોરબી, અરિહંત સુપર મોલ-માધવ કોમ્પ્લેક્સ મોરબી અને સેલ્યુલર વર્લ્ડ-ઓમ શાંતિ કોમ્પ્લેક્સ મોરબી ખાતે રજીસ્ટ્રેશનનું કામ ચાલી રહ્યું છે આ સાયકલો ફનના કાર્યક્રમમાં જોડાનારને ફ્રી ટીશર્ટ અને કેપ આપવામાં આવશે તેમજ મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હરીશભાઈ શેઠ, ડો. પરાગભાઈ પારેખ અને તેજસભાઈ બારા અને તેઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે






Latest News