મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની રફાળેશ્વર જીઆઇડીસીમાં કારખાનાની છત ઉપરથી નીચે પડતા ઇજા પામેલ બાળક સારવારમાં


SHARE







મોરબીની રફાળેશ્વર જીઆઇડીસીમાં કારખાનાની છત ઉપરથી નીચે પડતા ઇજા પામેલ બાળક સારવારમાં

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઆઇડીસીમાં કારખાનામાં છત ઉપરથી નીચે પટકાતા ત્રણ વર્ષના બાળકને ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે જીઆઇડીસીમાં આવેલ ઇલોરા પેકેજીંગમાં રહેતા અને મજૂરી કામ કરતા જીતેન્દ્રભાઈ પાલનો ત્રણ વર્ષનું બાળક ઇવ પાલ છત ઉપરથી નીચે પટકાતા તેને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગરમાં રહેતા વજીબેન શિવાભાઈ ઝિંઝવાડીયા (૫૬) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ગીતા મિલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈકના વ્હીલમાં પગ આવી ગયો હતો જેથી કરીને વજીબેનને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના લક્ષ્મીનગર ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મયુરકુમાર હરખજીભાઈ માલણીયા (૨૫) રહે. જેપુર વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મનીષભાઈ બારૈયા દ્વારા કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના પાનેલી ગામે રહેતા રાજુભાઈ કાંતિભાઈ ભીલ (૨૮) નામનો યુવાન મોરબીથી વાંકાનેર તરફ જવાના રસ્તા ઉપર આવેલ પ્રેમજીનગર ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મહેશભાઈ કહાંગરા દ્વારા કરવામાં આવી હતી






Latest News