મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં જુદાજુદા બે રોડ માટે ૧૦૨.૫ કરોડ મંજુર: સાંસદ-ધારાસભ્યની મહેનત ફળી


SHARE







મોરબી તાલુકામાં જુદાજુદા બે રોડ માટે ૧૦૨.૫ કરોડ મંજુર: સાંસદ-ધારાસભ્યની મહેનત ફળી

મોરબી તાલુકાના રવાપર-ધુનડા-સજજનપર ૨૧ કી.મી. રોડ તથા ને.હા. લખધીરપુર-કાલીકાનગર- નીચીમાંડલ (મોરબી હળવદ હાઇવે) ૧૯ કી.મી.રોડ ORF ગ્રાન્ટમાં મંજુર કરતા મોરબીને કેન્દ્ર સરકાર દ્વારા ૧૦૨.૫ કરોડ ફાળવવામાં આવેલ છે.

મોરબી શહેર અને ટંકારા તેમજ વાંકાનેર સાથે જોડતો રવાપર-ધુનડા-સજજનપર રોડ ૬ કી.મી. ફોરલેન તથા ૧૫ કી.મી ૧૦ મીટર પહોળો રોડ નવીનીકરણ માટે ગ્રાન્ટ મંજુર થતા રવાપર વિસ્તારથી ટ્રાફિક સમસ્યા હળવી થશે તેવી જ રીતે નેશનલ હાઇવે થી લખધીરપુર-કાલીકાનગર-નીચી માંડલ (મોરબી હળવદ હાઇવે) રોડ ૧૯ કી.મી. ૧૦ મીટર પહોળો રોડ માટે ગ્રાન્ટ મંજુર થતા લખધીરપુર આસપાસનો ઉદ્યોગકારોની હેવી ટ્રકોથી થતી ટ્રાફિક સમસ્યા દુર થશે. સાથે મોરબી હળવદ હાઇવેને સીધું જોડાણ થવાથી અંતર ઘટશે

આ રોડ મંજુર થવાથી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો ભારતનો સર્વાંગી વિકાસનો સંકલ્પ ચરીતાર્થ થતો જણાય છે. તથા રાજકોટના લોકપ્રિય સાંસદ મોહનભાઈ કુંડારિયાની રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીજીને કરેલ રજૂઆત સફળ રહી છે તથા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા માર્ગ મકાન (પંચાયત) અને માર્ગ મકાન (સ્ટેટ) વિભાગને DPR બનાવવા તથા ટેન્ડર પ્રક્રિયા સત્વરે પૂરી કરવા સુચના આપવામાં આવેલ છે તેમ મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયાની યાદી જણાવ્યુ છે






Latest News