મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે નકલી વિદેશી દારૂની ફેકટરી શરૂ કરનારા મુખ્ય સુત્રધારની ધરપકડ


SHARE











મોરબીના રફાળેશ્વર પાસે નકલી વિદેશી દારૂની ફેકટરી શરૂ કરનારા મુખ્ય સુત્રધારની ધરપકડ

મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ બાલાજી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં એલસીબીની ટીમે રેડ કરી હતી ત્યારે ત્યાં હરિયાણાના એક શખ્સે ગોડાઉન ભાડે રાખીને નકલી વિદેશી દારૂ બનાવવાની ફેકટરી ચાલુ કરી હોવાનું સામે આવ્યું હતું જે ગુનામાં જે તે સમયે ત્યાં કામ કરતાં ૧૧ શખ્સોની ૧૫.૬૫ લાખનો મુદામાલ સાથે ધરપકડ કરી હતી અને હાલમાં પોલીસે આ નકલી વિદેશી દારૂ બનાવવાની ફેકટરી ચાલુ કરનારા માસ્ટર માઇન્ડની ધરપકડ કરેલ છે

ગુજરાતમાં દારૂ બાંધી છે તો પણ દર વર્ષે રાજ્યના જુદાજુદા જિલ્લામાંથી લાખો નહીં કરોડો રૂપિયાનો દારૂ પકડાઈ છે અને પીવાઇ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ખાસ કરીને ગુજરાતમાં જે દારૂ આવે છે તે મોટાભાગે પંજાબહરિયાણારાજસ્થાનગોવા વિગેરે સેંટરોમાંથી આવે છે જો કેબહારથી દારૂ મંગાવવામાં આવે તો પકડવાનો ડર છે છે જેથી મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ બાલાજી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં હરિયાણાના શખ્સે નકલી દારૂ બનાવવા માટેની ફેક્ટરી શરૂ કરી હતી ત્યારે એલસીબીની ટીમે રેડ કરી હતી ત્યારે પોલીસે સ્થળ ઉપરથી જુદીજુદી  બ્રાન્ડની નકલી દારૂ ભરેલી ૨૮૩૨ બોટલ જેની કિંમત ૧૦,૬૨,૦૦૦ તેમજ બનાવટી ઈંગ્લીશ દારૂનું પ્રવાહી ૨૫૦૦ લીટર જેની કિંમત ૧,૨૫,૦૦૦ તેમજ જુદી જુદી દારૂનો ખાલી કાચની બોટલઢાંકણાપેકીંગ મશીનસ્ટીકરકેમિકલ પાવડર તેમજ ૬ મોબાઈલ મળીને પોલીસે ૧૫,૬૫,૩૦૦ નો મુદામાલ કબજે કરેલ હતો

આ ગોડાઉન હરિયાણાના સિરસાના રહેવાસી સુરેશકુમાર આત્મારામ ડુકીયાએ ભાડે રાખ્યું હતુ અને ત્યાં નકલી દારૂની બોટલો ભરવા માટેની કામગીરી કરવા માટે પરપ્રાંતીય શ્રમિકોને કામે રાખવામા આવ્યા હતા અને ગોડાઉનમાં રેડ પડી હતી ત્યારે મુખ્ય સૂત્રધાર સહિતના બે શખ્સો જમવાનું લેવા માટે ગયા હતા ત્યાંથી સીધા જ તે ભાગી ગયા હતા જો કે, તે સમયે પોલીસે સ્થળ ઉપરથી ૧૧ શખ્સોની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને મુખ્ય સુત્રાધારને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી હાલમાં પોલીસે આ ગુનામાં મુખ્ય સુત્રાધાર દીપકકુમાર સુરેન્દ્રકુમાર પાંડે જાતે બ્રાહ્મણ (૨૫) રહે. સમેરપુર બિહાર તાલુકો બિધાપૂર જિલ્લો ઉનાઉ યુપી વાળાની હરિયાણાના જજર જિલ્લામાંથી ધરપકડ કરેલ છે અને આ ગુનામાં હજુ સુરેશકુમાર આત્મારામ ડુકીયાને પકડવાનો બાકી છે

વધુમાં મળેલ માહિતી મુજબ દીપકકુમાર સુરેન્દ્રકુમાર પાંડેએ જુદાજુદા રાજ્યોમાં કાયદેસરનો દારૂ બનાવવા માટેની ફેક્ટરીઓ આવેલ છે ત્યાં છેલ્લા ઘણા વર્ષો સુધી કામ કર્યું હતું જેથી કયું કેમિકલ કેટલું મિક્ષ કરવાથી વિદેશી દારૂ બને તેની માહિતી તેની પાસે હતી અને તે પોતે જ જુદાજુદા કેમિકલ મિક્ષ કરીને દારૂ બનાવતો હતી ત્યાર બાદ મજૂરો તેને બોટલમાં ભરવાનું કામ કરતાં હતા હાલમાં પકડાયેલા આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, મોરબી જીલ્લામાં વર્તમાન સમયમાં માંગો તે નાસાની વસ્તુ મળી રહે તેવો ઘાટ છે ત્યારે દારૂની બોટલ જયાંથી અને જે રીતે મળે તે રીતે ઊંચી કિંમત આપીને પણ પ્યાસીઓ દારૂની બોટલો મેળવીને નસો કરતાં હોય છે ત્યારે નકલી દારૂ બનાવીને લોકોના આરોગ્યની સાથે ચેડાં કરનારા આવા આરોપીઓને મોકળું મેદાન મળી જાય છે






Latest News