મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાનો હાથ પકડીને ચેનચાળા કરનાર શખ્સની ધરપકડ 


SHARE







મોરબીમાં સગીરાનો હાથ પકડીને ચેનચાળા કરનાર શખ્સની ધરપકડ 

મોરબીમાં આવેલ સોસાયટીમાં રહેતી સગીરાને તે જ વિસ્તારમાં રહેતા શખ્સે હાથથી ઈશારો કરીને બોલાવી હતી અને ત્યારબાદ હાથ પકડીને તેની સાથે ચેનચાડા કર્યા હતા અને ઘરમાં લઈ જવાની કોશિશ કરી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલ સગીરાની માતા દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધાપરક્ડ કરી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે

જાણવા મળતી વિગત મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતા પરિવારની સગીર દીકરીને તે જ વિસ્તારમાં રહેતા શખ્સે હાથથી ઈશારો કરીને બોલાવી હતી અને ત્યારબાદ તેનો હાથ પકડીને તેની સાથે ચેનચાળા કર્યા હતા અને તેને ઘરમાં લઈ જવાની કોશિશ કરતો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલ સગીરાની માતા દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી જશવંતભાઈ જગજીવનભાઈ રાવલ રહે. મોરબી વાળાની સામે આઇપીસી કલમ ૩૫૪ (એ) અને પોકસો એકટ ની કલમ ૧૨ મુજબ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં મોરબી બી ડિવિઝનના પીઆઇ પી.એ. દેકાવાડિયા અને તેની ટીમે આરોપી જશવંતભાઈ જગજીવનભાઈ રાવલ (૩૮) રહે. મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે






Latest News