વાંકાનેરના જોધપર ગામે બે મહિલાઓને દંપતિએ પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી
Breaking news
Morbi Today

​​​​​​​મોરબી નજીકના વાવડી ગામે જિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘનું પાંચમું અધિવેશન યોજાયું


SHARE







મોરબી નજીકના વાવડી ગામે જિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘનું પાંચમું અધિવેશન યોજાયું

મોરબી નજીકના વાવડી ગામે મોરબી જિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘનું પાંચમું શૈક્ષણિક અધિવેશન યોજાયું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર મોરબી જીલ્લામાંથી ૧૦૩ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદ્ધાટક એવા ગુજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ અને મહામંત્રી સુનીલભાઈ જોશી તેમજ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને સર્વધર્મ પ્રાર્થના કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ તકે સમગ્ર ગુજરાતમાંથી જિલ્લા ઘટક સંઘના પ્રમુખ અને મંત્રીઓ હાજર રહ્યા હતા. ત્યારે મહેમાનોનું શાબ્દિક સ્વાગત મોરબી જિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ભગવાનભાઈ કુંભરવાડિયાએ કર્યું હતુ ત્યાર બાદ નિવૃત થયેલા કર્મચારીઓને સાલ, પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરીને નિવૃત્તિકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ કર્મચારીને સાલ, પુષ્પગુચ્છ, અને પ્રશસ્તિપત્ર અર્પણ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યાર બાદ મહેમાનો દ્વારા ધો. ૧૦ અને ૧૨ મા ઉચ્ચ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના યજમાન દાતા અજયભાઈ લોરિયા તેમજ કેમ્પસના ચેરમેન કે.આર. પડસુંબિયાનું શિલ્ડ અને મોમેન્ટો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.વી. અંબારિયા શિક્ષણની નવી તરહો અને પ્રવાહો અંગે માર્ગદર્શન પુરૂ પાડયું હતું, ત્યારબાદ વહીવટી માર્ગદર્શન જયંતભાઈ ગડારા દ્વારા આપવામાં આવ્યું હતું અંતમાં મહામંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ દ્વારા શિક્ષકોના વિવિધ પ્રશ્નો અંગે પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન પિનાઝબેન ગાહાએ કર્યું હતુ. અને આભારવિધિ મોરબીના મહામંત્રી વિશાલભાઈ ગોધાણી દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બાબુભાઈ પીઠીયા, મહેન્દ્રભાઈ કચોટ, વી.વી. ચોપડા, વિનોદભાઈ કૈલા તેમજ ચંદ્રેશભાઈ અગ્રાવત તેમજ સમગ્ર ટીમે ખુબ સહયોગ આપ્યો હતો.






Latest News