ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત
Breaking news
Morbi Today

હળવદના દીઘડીયા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા


SHARE







હળવદના દીઘડીયા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા

હળવદ તાલુકાના દીઘડીયા ગામે જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૨૪૬૦ ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકા પોલીસની ટીમે પેટ્રોલીંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના દીઘડીયા ગામે રહેતા દિલીપભાઈ ઈટોદરાના ઘર પાસે જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા દિલીપભાઈ વાલજીભાઈ ઈટોદરા જાતે કોળી (૫૦), નવઘણભાઈ ચંદુભાઈ કુંઢીયા જાતે દેવીપુજક (૩૫) હકાભાઇ ઉર્ફે કેડો ભાવુભાઈ રાપુસા જાતે કોળી (૪૦), મુકેશભાઈ ઉર્ફે મહેશ બાબુભાઈ ઈટોદરા જાતે કોળી (૩૫) અને મેહુલભાઈ રઘાભાઈ કાંજિયા જાતે કોળી (૩૦) રહે. બધા દીઘડીયા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૨૪૬૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના રાજકોટ હાઇવે ઉપર આવેલ મીતાણા તાલુકો ટંકારા ખાતે રહેતા સંજય બાબુભાઈ પાલ નામના ૨૦ વર્ષના યુવાનને ગામ નજીકથી પગપાળા જતા સમયે અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને અહીં પ્રાથમિક સારવાર આપીએ બાદમાં વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલએ ખસેડાયો હતો જ્યાંથી પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી આ અંગે ટંકારા પોલીસમાં વધુ તપાસ થઈ જાણ કરી હતી.






Latest News