મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી નજીક લૂંટના ઇરાદે યુવાનની હત્યાના ગુનામાં ત્રણ બાળકિશોરને હસ્તગત કરીને બાળ સુધારણા ગૃહમાં ખસેડાયા


SHARE











મોરબી નજીક લૂંટના ઇરાદે યુવાનની હત્યાના ગુનામાં ત્રણ બાળકિશોરને હસ્તગત કરીને બાળ સુધારણા ગૃહમાં ખસેડાયા

મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ કારખાના પાસે રવિવારે વહેલી સવારે યુવાનને છાતીના ભાગે છરીનો ઘા ઝીકિ દેવામાં આવ્યો હતો જેથી તેને સારવારમાં લઈ ગયા હતા જો કેસારવારમાં તેનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતક યુવાનના ભાઈએ અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં આ ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ બાળકિશોરને હસ્તગત કરીને જ્યુએનાઈલ જસ્ટિસ કોર્ટમાં રજૂ કરીને હાલમાં ત્રણેયને બાળ સુધારણા ગૃહમાં ખસેડાયા આવ્યા છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ખોખરા હનુમાન મંદિર વાળા રોડ ઉપર આવેલ ફયુઝન ગ્રેનાઇટો નામના કારખાના પાસે મૂળ એમપીના રહેવાસી અમરશી નારાયણ સરકાર જાતે રાજપૂત (૨૩) નામનો યુવાન ગત રવિવારે સવારે છ વાગ્યાના અરસામાં કુદરતી હાજતે ગયો હતો ત્યારે કોઈ અજાણ્યા શખ્સે તેને છાતીના ભાગે છરીનો ઊંડો ઘા ઝીકિ દીધો હતો જેથી તેને ગંભરી ઇજા થયેલ હોવાથી સારવારમાં લઈને ગયા હતા જો કે, સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને બનાવ હત્યામાં પલટાયો હતો અને આ બનાવમાં મૃતક યુવાનના ભાઈ રાજીવ નારાયણ રાજક્રિશ્ન સરકાર જાતે રાજપૂત (૨૦) રહે. મૂળ એમપી હાલમાં રહે ફયુઝન ગ્રેનાઇટો ખોખરા હનુમાન મંદિર રોડ મોરબી વાળાએ અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ તેમજ એલસીબીની ટિમ આરોપીને શોધી રહી હતી તેવામાં કારખાના નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવતા ત્રિપાલ સવારી એક બાઇક ત્યાંથી નિકળ્યું હતું જેની તપાસ કરવામાં આવતા હત્યાનો ભેદ ઉલેકાઈ ગયેલ છે અને વધુમાં પોલીસે પાસેથી મળતી માહિતી મુજબ હત્યાના આ ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ બાળકિશોરને હસ્તગત કરવામાં આવ્યા હતા અને તેની પૂછપરછમાં તેને જણાવ્યુ હતું કે, લૂંટના ઇરાદે મૃતક યુવાન પાસે ગયા હતા અને ત્યારે મૃતક યુવાને પ્રતિકાર કરતાં તેને છરી મારી દીધી હતી અને યુવાનનું મોત નીપજયું હતું હાલમાં કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ બાળકિશોરને હસ્તગત કરીને જ્યુએનાઈલ જસ્ટિસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ત્રણેયને બાળ સુધારણા ગૃહમાં ખસેડાયા આવ્યા છે 






Latest News