મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનામાં ગેરકાયદે ઉઘરાણા કરનારાઓને રોકવા જાય તો ટોલ પ્લાઝાના સ્ટાફને આપતા મારી નાખવાની ધમકી


SHARE











વાંકાનેર નજીક કારખાનામાં ગેરકાયદે ઉઘરાણા કરનારાઓને રોકવા જાય તો ટોલ પ્લાઝાના સ્ટાફને આપતા મારી નાખવાની ધમકી

મોરબી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે ઉપર વાંકાનેર તાલુકાના વઘાસીયા પાસે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ટોલ પ્લાઝા આવેલ છે અને તે ટોલ પ્લાઝાને બાયપાસ કરીને ગેરકાયદેસર કારખાનામાંથી અને વઘાસિયા ગામમાંથી રસ્તો બનાવીને ત્યાં ઉઘરાણા કરવામાં આવતા હતા જે બાબતે પોલીસ કર્મચારી દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધવામાં આવી છે તેમાં તેમણે જણાવ્યુ છે કે, કોઈપણ જાતની સત્તા કે પરવાનગી વગર ગેરકાયદેસર કારખાનામાંથીઅને ગામમાંથી રસ્તો બનાવીને ટોલ પ્લાઝા બાયપાસ કરાવી ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા અને કેન્દ્ર સરકાર સંચાલિત ટોલ કંપની તથા ખાનગી વાહનોના માલિકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવતી હતી તેમજ જો તેને રોકવા માટે જાય ટોલ પ્લાઝાના અધિકારી અને કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી હાલમાં પોલીસ કર્મચારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાટીદાર સમાજના અગ્રણીના પુત્ર સહિતના કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હેડ કોસ્ટેબલ તરીકે ફરજ બજાવતા યશપાલસિંહ ભવાનીસિંહ પરમાર દ્વારા ગેરકાયદેસર રસ્તો બનાવીને કરવામાં આવતા ઉઘરાણા બાબતે હાલમાં પાટીદાર સમાજના અગ્રણી જેરામભાઈ વાંસજાળિયાના દીકરા અમરસીભાઈ જેરામભાઈ પટેલ (વ્હાઇટ સીરામીક વઘાસિયા વાંકાનેર), રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા રહે. વઘાસીયા હરવિજયસિંહ જયુભા ઝાલા રહે. વઘાસીયા, વાંકાનેર તાલુકા પંચાયતના માજી મહિલા પ્રમુખના પતિ તેમજ વઘાસિયા ગામના માજી સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા તથા તેના ભાઈ યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા રહે. બંને વઘાસીયા આમ કુલ મળીને પાંચ વ્યક્તિઓ સામે નામ જોગ તેમજ તેના મળતીયાઓની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવેલ છે

હાલમાં જે ફરિયાદ નોંધાઇ છે તેમાં જણાવ્યા મુજબ વઘાસીયા ટોલનાકાની બાજુમાં આવેલ વ્હાઇટ હાઉસ સીરામીક તેમજ વઘાસીયા ગામ બંને બાજુથી કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ટોલ પ્લાઝાની બાજુમાં ગેરકાયદે રસ્તા બનાવીને ત્યાંથી ટોલ પ્લાઝાને બાયપાસ કરાવી વાહનોને પસાર કરવામાં આવતા હતા અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ગેરકાયદે કોઈ પણ પ્રકારની પહોંચ આપ્યા વગર પોતાની મરજી મુજબના ઉઘરાણા કરવામાં આવતા હતા અને આ રકમનો ઉપયોગ પોતાના અંગત કાયદા માટે કરતા હતા જેથી સરકાર દ્વારા સંચાલિત ટોલ કંપની તથા ખાનગી વાહન માલિકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવેલ છે તથા ટોલ પ્લાઝાના અધિકારી અને કર્મચારીઓ જો તેઓને રોકવા માટે જાય તો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી આ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ટોલ પ્લાઝા ઉપર ટોલ ઉઘરાવવાની સત્તા ધરાવતી બામણબોર ટોલવેઝ પ્રા. લિ. કંપનીને આર્થિક નુકસાન કરી ગુનાહિત વિશ્વાસઘાત અને ઠગાઈ કરેલ હોય જે બાબતે ગુનો નોંધી પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News