મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ ઉપર રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ


SHARE











મોરબીના શનાળા રોડ ઉપર રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ વાડી વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામના ઇરાદે અપરણ કરી જવામાં આવતા ભોગ બનનારના પિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલા વાડી વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીને બદકામના ઇરાદે ગઈકાલ તા.૧-૧૨ ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં અપહરણ કરી જવામાં આવતા હાલ ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શકદાર તરીકે અરવિંદ અવચર પરમાર જાતે સતવારા (સિધ્ધનાથ સ્ટુડિયો વાળા) રહે મોર ભગતની વાડી ગોકળદાસ પ્રાગજી જીન પાછળ શનાળા મોરબી વાળા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ હકુમતસિંહ જાડેજા દ્વારા આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬ મુજબ અરવિંદ પરમાર સામે ફરિયાદ નોંધીને ભોગ બનેલ સગીરાને શોધવા માટે અને આરોપીને પકડવા માટે આગળની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના જુના બસ સ્ટેશન પાસેથી બાઈકમાં બેસીને જતા સમયે બાઈકમાંથી નિચે પડી જતા ઇજા પામેલા છાંયાબેન સંજયભાઈ ગોહિલ (ઉમર ૪૯) રહે. હળવદ વાળાઓને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરાઈ હતી.જ્યારે અકસ્માતનો બીજો બનાવ મોરબીના શક્તિ ચોક પાસે બન્યો હતો જ્યાં બાઈક લઈને જઈ રહેલા બીપીનભાઈ બાલાશંકરભાઈ રાવલ (ઉમર ૫૪) રહે.વર્ધમાનનગર સામાકાંઠે મોરબી-૨ નું બાઈક ગોળાઈ નજીક સ્લિપ થઈ ગયું હતું.જેથી ઇજા પામેલ બીપીનભાઈ રાવલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ અંગે આગળની તપાસ શરૂ કરાઈ હતી.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા ભડીયાદ નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ તથા ભરત ચકુભાઈ જીતીયા (ઉમર ૩૮) રહે.ઇન્દિરાનગર માળિયા ફાટક પાસે મોરબી-૨ નામના યુવાનને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને બનાવને પગલે નોંધ થતા હાલ તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે






Latest News