મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આયોજન સમિતિનો ચુંટણી કાર્યક્રમ પ્રસિદ્ધ


SHARE







મોરબી જિલ્લા આયોજન સમિતિનો ચુંટણી કાર્યક્રમ પ્રસિદ્ધ

મોરબી જિલ્લા આયોજન સમિતિની ચુંટણી યોજવા માટેનો તબક્કાવાર કાર્યક્રમ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના તારીખ.૨૨/૦૧/૨૦૧૬ ના નોટીફીકેશનના નિયમ-૪ મુજબ પ્રાપ્ત થયેલ સત્તાની રૂએ નિયમ-૧૨ અન્વયે ચુંટણી સત્તાધિકારી અને મોરબી જિલ્લા કલેકટરશ્રી દ્વારા ચુંટણી કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.

આ ચુંટણી કાર્યક્રમ અનુસાર ૧૫મી ડિસેમ્બરે સવારના ૧૧.૦૦ કલાક થી ૧૫.૦૦ કલાક સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. તા.૧૮-૧૨-૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક થી ૧૫.૦૦ કલાક સુધીમાં ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે અને તા.૨૧-૧૨-૨૦૨૩ ના રોજ ૧૫.૦૦ કલાક સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે. તા.૨૨-૧૨-૨૦૨૩ ના રોજ હરીફ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે તેમજ તા.૦૨-૦૧-૨૦૨૪ ના રોજ ચુંટણી સત્તાધિકારીએ જાહેર કરેલ મતદાન મથકો ઉપર આવશ્યક હોય તો સવારના ૯.૦૦ વાગ્યા થી બપોરના ૧.૦૦ વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. તા.૦૩-૧-૨૦૨૪ ના રોજ સવારે ૯.00 કલાકથી મતગણતરી કરવામાં આવશે અને તે જ દિવસે ચુંટણીનું પરીણામ જાહેર કરવામાં આવશે.

વાંકાનેર તાલુકા ફરિયાદ નિવારણ

લોકોની ફરિયાદોના નિવારણ માટે તાલુકા કક્ષાએ યોજાતો ડિસેમ્બર-૨૦૨૩ માસનો ફરિયાદ નિવારણ કાર્યક્રમઆગામી તા.૨૭/૧૨/૨૦૨૩ ના રોજ સવારે ૧૧ વાગ્યે વાંકાનેર તાલુકા સેવા સદનના સભાખંડમાં યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો ૧૦મી ડિસેમ્બર સુધી ગ્રામ્ય કક્ષાએ તલાટી મંત્રીને તથા તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીનાં વડાને તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. આ અરજીના મથાળે તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે. જેની અરજદારોને નોંધ લેવા વાંકાનેર મામલતદાર યુ.વી. કાનાણી દ્વારા જણાવાયું છે






Latest News