મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

કચ્છ અને મોરબી જિલ્લાના રોલ ઓબ્ઝર્વરના અધ્યક્ષસ્થાને મતદારયાદી સંબંધિત સમીક્ષા બેઠક યોજાઈ


SHARE







કચ્છ અને મોરબી જિલ્લાના રોલ ઓબ્ઝર્વરના અધ્યક્ષસ્થાને મતદારયાદી સંબંધિત સમીક્ષા બેઠક યોજાઈ

કચ્છ અને મોરબી જિલ્લાના રોલ ઓબ્ઝર્વર રંજીથકુમાર જે. ના અધ્યક્ષસ્થાને મતદાર યાદી સંબંધિત સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મતદારયાદીમાં નોંધાયેલા કુલ મતદારો, જેન્ડર રેશિયો, મહિલા તથા યુવા મતદારોની નોંધણી, ઇ.પી.રેશિયોમાં થયેલા સુધારો સહિતના માપદંડોની સમીક્ષા કરવામાં આવી હતી. કચ્છ કલેક્ટર અમિત અરોરા અને મોરબી કલેક્ટર જી.ટી.પંડ્યાએ રોલ ઓબ્ઝર્વર રંજીથકુમાર જે. ને આવકારીને તેમનું સ્વાગત કર્યું હતું. કચ્છ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કચ્છ અને મોરબી જિલ્લાના રોલ ઓબ્ઝર્વરએ કચ્છ અને મોરબી જિલ્લાના કલેક્ટરઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ઈ.આર.ઓ પાસેથી વિગતો માંગીને રોલ ઓબ્ઝર્વરએ જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. જેમાં ખાસ કરીને નવા યુવા મતદારો કે જેમના ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેમને આવરી લેવા અને ફોર્મ નં.૬, , ૮ સહિતની કામગીરી યોગ્ય કરી મતદાર યાદી સુધારણા કાર્યક્રમને સાર્થક કરવા સૂચના આપવામાં આવી હતી. કોઈપણ પાત્રતા ધરાવતો મતદાર બાકી ના રહી જાય અને ખાસ કરીને યુવા મતદારો જોડાય તે બાબતે કામગીરી કરવાની સૂચના રોલ ઓબ્ઝર્વરએ તમામ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી. આ બેઠકમાં કચ્છ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પાર્થ ગોસ્વામી, મોરબી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદિપસિંહ વાળા સહિત તમામ ઈલેક્ટોરલ રોલ ઓફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા






Latest News