મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક બ્રિજ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા પગપાળા જઈ રહેલા યુવાનનું મોત


SHARE







માળીયા (મી) નજીક બ્રિજ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા પગપાળા જઈ રહેલા યુવાનનું મોત

માળીયા મીયાણાના ત્રણ રસ્તા પાસે આવેલ બ્રિજ ઉપર યુવાન ચાલીને પગપાળા જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલાકે તેને હડફેટે લીધો હતો જેથી કરીને તેને માથામાં તેમજ પગમાં ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલાક ત્યાંથી પોતાનું વાહન લઇને નાસી છૂટે છે જેથી હાલમાં ભોગ બનેલ યુવાનના ભાઈએ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના મથડા ગામના રહેવાસી ગુલામશા બુઢમશા સૈયદ જાતે મુસ્લિમ (૩૫)એ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, માળિયાના ત્રણ રસ્તા બ્રિજ ઉપરથી તેઓના ભાઈ અનવરશા બુઢમશા સૈયદ જાતે મુસ્લિમ (૩૫  રોડ પર ચાલીને જઈ રહ્યા હતા દરમિયાન તેને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધા હતા જેથી કરીને તેને માથા અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી તેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી છૂટે છે હાલમાં અકસ્માતના આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News