મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડેથી ગુમ થયેલ યુવાન આર્થિક કારણોસર ચાલ્યો ગયો હોવાનું ખુલ્યું


SHARE







મોરબીના પીપળી રોડેથી ગુમ થયેલ યુવાન આર્થિક કારણોસર ચાલ્યો ગયો હોવાનું ખુલ્યું

મૂળ રાજકોટનો રહેવાસી અને હાલ મોરબીના સામાકાંઠે જેતપર-પીપળી રોડ ઉપર આવેલ હરિગુણ સોસાયટીમાં રહેતો યુવાન ગુમ થઈ ગયો હતો જે અંગે તેના પિતાએ પોલીસમાં જાણ કરી હતી અને તપાસ દરમિયાન યુવાન આર્થિક કારણોસર ગુમ થયો હોવાનું અને તે હેમખેમ પરત આવી ગયો હોવાની પોલીસમાંથી માહિતી મળી રહી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ પીપળી રોડ ઉપરની હરિગુણ સોસાયટીમાં રહેતો આનંદ દિલીપભાઈ હરજીભાઈ ધરસંડીયા નામનો ૨૯ વર્ષનો યુવાન ઘરેથી ગત તા.૨૯-૧૦ ના રોજ કામે જવા નીકળ્યો હતો અને બાદમાં કોઈને કંઈપણ કહ્યા વિના ગુમ થઈ ગયો હતો જે અંગે પરિવારજનો દ્વારા જાણ કરવામાં આવેલ હોવાથી સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાનમાં યુવાન પોલીસ મથક ખાતે હાજર થયો હતો અને પોલીસને જણાવ્યું હતું કે આર્થિક સંકડામણ રહેતી હોવાના લીધે અને આર્થિક મંદીના કારણોસર તે કંટાળી ગયો હોવાથી રાજકોટ ચાલ્યો ગયો હતો.હાલ આનંદ હેમખેમ મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વાઘપરા મારામારી

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ આવાસ યોજનાના ક્વાટરમાં કેજમ કંડલા બાયપાસ આવાસના કવાટરમાં રહેતા બે યુવાનોને સામસામે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા એ ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે કાસીમ ઇબ્રાહીમભાઇ શાહમદાર જાતે ફકીર (ઉંમર ૨૨) અને સામેના પક્ષેથી સાજીદ હનીફભાઇ ચાનીયા (ઉંમર ૨૬) વાળાઓને મોરબીના વાઘપરા પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.આ બનાવ અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના પી.વી.ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી હતી.

લાતી પ્લોટ મારામારી

મોરબીના લાતી પ્લોટમાં આવેલા જોન્સનગર વિસ્તારમાં રહેતા હમીદાબેન સિકંદરભાઈ મોવર નામની ૪૭ વર્ષીય મહિલાને મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેને સારવાર માટે અત્રે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે જાણ કરવામાં આવેલ હોવાથી એ ડિવિઝન પોલીસ મથકના પી.વી.ચાવડા દ્વારા તપાસ કરવામાં આવતા પોલીસ તપાસમાં ખુલ્યુ હતુ કે પાડોશીઓ સાથે શેરીમાં કચરો નાખવા જેવી નજીકની બાબતે થયેલ બોલાચાલીના બનાવ બાદ મારામારીના બનાવમાં ઈજાઓ થતા હમીદાબેનને સારવારમાં ખસેડીયા હતા.






Latest News