મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના ગાળા પાસે કારખાનામાં યુવાનને કચડી નાખીને મોત નિપજાવનારા વાહન ચાલકની ધરપકડ


SHARE











મોરબીના ગાળા પાસે કારખાનામાં યુવાનને કચડી નાખીને મોત નિપજાવનારા વાહન ચાલકની ધરપકડ

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ગાળા ગામની સીમમાં કારખાનાની અંદર તળિયાનું ધાબુ ભરવાનું કામ ચાલુ હતું ત્યારે એજેક્ષ મિક્સરની ગાડીનું વ્હીલ યુવાન ઉપર ફરી ગયું હતું.જેથી યુવાનનું મોત નીપજયું હતું. જે બનાવની ફરિયાદ આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં માટેલ રોડ ઉપર આવેલ એરાકોન સીરામીક ખાતે રહેતા દિગુભાઈ શ્રીસકલ પાસવાન જાતે અનુ. જાતિ (ઉમર ૩૦) નામના યુવાને એજેક્ષ મિક્સરની ગાડી નંબર જીજે ૩૪ એસ ૦૬૯૭ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કેગાળા ગામની સીમમાં કેરોવીટ ગ્લોબલ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં આરોપી તેના હવાલા વાળું વાહન બેફિકરાયથી ચલાવતા ફરિયાદીના સાળા જયલાલભાઈ લખીન્દ્રભાઈ પાસવાન (૩૨) કારખાનામાં તળિયાનું ધાબુ ભરવાનું કામ કરતા હોય જેના ઉપર વાહન ચાલકે તેનો વાહનના વ્હીલ ફેરવી દીધા હતા. જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના બનેવીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એ.ગઢવી અને રાઇટર અરવિંદભાઇ દલવાડીએ આરોપી મોહયુદિન ઈસ્માઈલ માથાકીય (૩૧) રહે. તીથવા વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પીપળીયા ચોકડી પાસે ટ્રક સાથે ટ્રક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા રામબચ્ચન ગયાપ્રસાદ યાદવ (૩૮) નામના યુવાનને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત  યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ અર્જુનસિંહ ઝાલા ચલાવી રહ્યા છે






Latest News