રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના વાઘપરામાં આવેલ રાધાકૃષ્ણ મંદિર ઉપર મુસ્લિમ શખ્સે પથ્થર મારો કર્યો, મંદિર  સળગાવી દેવાની ધમકી..!


SHARE











મોરબીના વાઘપરામાં આવેલ રાધાકૃષ્ણ મંદિર ઉપર મુસ્લિમ શખ્સે પથ્થર મારો કર્યો, મંદિર  સળગાવી દેવાની ધમકી..!

મોરબી શહેરના વાઘપરા વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ મંદિરે આજે વહેલી સવારે ભગવાનની આરતી ચાલુ હતી દરમિયાન બહારના ભાગે આવેલા મુસ્લિમ શખ્સ આવ્યો હતો અને બેફામ ગાળો બોલી હતી આટલું જ નહીં મંદિરે આવનારા તથા મંદિરને સળગાવી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી મંદિરના પૂજારી અને મંદિરના પૂજારીના પત્ની બે જ ત્યાં મંદિરે હાજર હોય તેમણે મંદિરનો દરવાજો બંધ કરી દીધો હતો જેથી કરીને આ શખ્સે પથ્થરના છૂટા ઘા કર્યા હતા જોકે આ સમગ્ર ઘટના મંદિર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલ દુકાનમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે જેથી કરીને વાઘપરા વિસ્તારમાં રહેતા સતવારા સમાજના લોકો સહિતના લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતીમ મુજબ મોરબી શહેરના વાઘપરા વિસ્તારમાં આવેલ રાધા કૃષ્ણ મંદિર ખાતે રાબેતા મુજબ મંદિરના પૂજારી ધર્મેન્દ્રભાઈ અગ્રાવત અને તેના પત્ની બીનાબેન અગ્રાવત પૂજા પાઠ કરવા માટે થઈને મંદિરે પહોંચ્યા હતા અને મંદિરમાં વહેલી સવારે ૬ થી ૬:૩૦ માં આરતી ચાલુ હતી દરમિયાન મંદિરની બહારના ભાગમાં વાઘપરાની બાજુમાં આવેલ કબીર ટેકરી વિસ્તારમાં રહેતો મોહસીન નામનો મુસ્લિમ શખ્સ આવ્યો હતો અને ત્યાં બેફામ વાણી વિલાસ કરતો હતો જેથી કરીને મંદિરના પૂજારીએ રાધાકૃષ્ણ મંદિરનો દરવાજો બંધ કરી દેતા બહારના ભાગે ઉભેલા મોહસીન નામના શખ્સે મંદિરના દરવાજા ઉપર ઈંટ પથ્થરના છૂટા ઘા કર્યા હતા અને બેફામ ગાળો બોલીને મંદિરે આવનારા તથા મંદિરને સળગાવી નાખવાની ધમકી આપી હતી દરમિયાન ત્યાં દર્શન કરવા માટે થઈને આવેલા એક વૃદ્ધને પણ પથ્થરના છૂટા ઘા મારીને હાથ અને કમરના ભાગે ઇજા કરી હતી અને આ બનાવની જાણ આસપાસના વિસ્તારમાં થતા વાઘપરા વિસ્તારમાં રહેતા સતવારા સમાજના લોકો સહિતના લોકો રાધાકૃષ્ણ મંદિર ખાતે એકત્રિત થયા હતા અને મંદિર તથા મંદિરની આસપાસના વિસ્તારમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવામાં આવ્યા છે જેમાં પણ આ શખ્સ મંદિર સુધી આવતો હોય અને પત્થરના ઘા કરતો હોય તેવું જોવા મળી રહ્યું છે તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહી છે જોકે, મોહસીન નામના આ મુસ્લિમ શખ્સે શા માટે થઈને મંદિરના પૂજારીને ગાળો આપી ?, મંદિર ઉપર પથ્થરમારો કર્યો ? અને મંદિર સળગાવી નાખવાની ધમકી આપી ? તે તપાસનો વિષય છે અને સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ પોલીસે મંદિર ઉપર પથ્થરમારો કરનારા શખ્સને રાઉન્ડઅપ કરી લીધો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.






Latest News