માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

મોરબીના મણીમંદિર પાસે લેન્ડ ગ્રેબિંગ દાખલ થયેલ વિવાદિત દરગાહની જગ્યામાં યોજાયો જમણવાર !


SHARE











મોરબીના મણીમંદિર પાસે લેન્ડ ગ્રેબિંગ દાખલ થયેલ વિવાદિત દરગાહની જગ્યામાં યોજાયો જમણવાર !

મોટાપીરની દરગાહ તરીકે ઓળખાતી જગ્યાના ગ્રાઉન્ડમાં મંજૂરી વગર જમણવાર-લાઉડસ્પીકર વગાડવા સુબબ નોંધાયો જાહેરનામા ભંગનો ગુનો

 મોરબીના વિશ્વવિખ્યાત અને જાણીતા મણીમંદિર કે જેને તાજમહેલની ઉપમા પણ આપવામાં આવે છે.જે રીતે તાજમહેલ પ્રેમિકાની યાદમાં બનાવવામાં આવ્યો હતો તેવી લોકવાયકા છે તે મુજબ મોરબીના રાજાએ પણ આ મણી મંદિર બનાવ્યું હોવાની લોકવાર્તા છે ત્યારે આ જગ્યાએ મણીમંદિર કે જેને વાઘમહેલ પણ કહેવામાં આવે છે તેની બાજુમાં છેલ્લા કેટલાક સમયથી એક દરગાહ બનાવવામાં આવેલી હોય અને આ દરગાહને લઈને અગાઉ ફરિયાદ કરવામાં આવતા લેન્ડગ્રેડિંગનો ગુનો પણ દાખલ કરવામાં આવેલો છે પરંતુ આ વિવાદિત દરગાહની જગ્યામાં ગઈકાલે જમણવારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સાથે લાડ સ્પીકર પણ લગાવવામાં આવ્યા હતા..! માટે પોલીસ દ્વારા પૂર્વ મંજૂરી વગર જાહેરનામાના ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ મોરબીના ઐતિહાસિક મણિમંદિરની બાજુમાં આવેલ વિવાદિત જગ્યા કે જેને મોટાપીરની દરગાહ તરીકે ઓળખાય છે તેના ગ્રાઉન્ડમાં પોલીસની પૂર્વ મંજૂરી વગર જમણવારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો (ત્યારે નોંધનીય છે કે કલેક્ટર દ્વારા હાલમાં ચાર વ્યક્તિઓને પૂર્વ મંજૂરી વગર ભેગું ન થવું તે પ્રકારનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયેલ છે.) તેમજ ત્યાં સાઉન્ડ સિસ્ટમ ગોઠવીને માણસો એકઠા કરવામા આવતા કાર્યક્રમના આયોજક વિરુદ્ધ મોરબી સીટ એ ડિવિઝન પોલીસ મથકમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી.મોરબીના ઐતિહાસિક મણિમંદિરની બાજુમાં આવેલ વિવાદિત મોટાપીરની દરગાહના ગ્રાઉન્ડમાં કોઈપણ સક્ષમ અધિકારીની મંજૂરી લીધા વિના આશીફશા હાસમશા ફકીર રહે.ભરવાડ શેરી હૈદરી મસ્જિદ પાસે મોરબી વાળાએ જમણવાર યોજીને સાથે સાઉન્ડ સિસ્ટમથી કાર્યક્રમ યોજતા આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કાર્યક્રમના આયોજક આશીફશા હાસમશા ફકીર વિરુદ્ધ ચારથી વધુ વ્યક્તિઓ એકઠા કરી અધિક કલેક્ટર દ્વારા અમલી જાહેરનામાના ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

હળવદના ચરાડવા ગામે રહેતા રાણકીબેન વણઝારાભાઈ રાઠવા નામની ૩૪ વર્ષીય મહિલાને રાત્રિના નવેક વાગ્યે ગામના લોકો દ્વારા કોઈ કારણોસર માર મારવામાં આવતા રાણકીબેન રાઠવાને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તે રીતે જ મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા આરીફ ગુલામ અજમેરી નામના ૩૦ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતાં તેને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો જેથી પોલીસે ઉપરોક્ત બંને મારામારીના બનાવની નોંધ કરી બનાવના કારણો સંદર્ભે આગળની તપાસ હાથ ધરી છે.




Latest News