મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ઉજીજીવન બેંક દ્વારા લોનના હપ્તાની પઠાણી ઉઘરાણી કરાતા સગર્ભા મહિલાએ એસિડ ગટગટાવ્યું


SHARE











મોરબીમાં ઉજીજીવન બેંક દ્વારા લોનના હપ્તાની પઠાણી ઉઘરાણી કરાતા સગર્ભા મહિલાએ એસિડ ગટગટાવ્યું

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બાપાસીતારામ ચોક પાસે ગાયત્રી નગર સોસાયટીમાં રહેતી મહિલાએ રૂપિયાની જરૂર હોય ઉજીવન બેંકમાંથી ૫૫ હજાર રૂપિયાની ગ્રુપ લોન બે મહિના પહેલા લીધી હતી અને જેનો માસિક હપ્તો એક ભર્યો ન હતો દરમ્યાન ઉજીવન બેંક વાળા હપ્તાની ઉઘરાણી કરતા હતા અને હપ્તાની રકમ રેગ્યુલર ભરો અથવા લોન પૂરી કરી આપો તેવું કહેતા હોય ટેન્શનમાં આવી જઈને સગર્ભા મહિલાએ પોતાના ઘરે એસિડ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બાપા સીતારામ ચોક પાસે ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા ચેતનીકાબેન નિલેશભાઈ ચૌહાણ જાતે રજપૂત (૨૨)એ પોતે પોતાના ઘરે હતા ત્યારે એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે ચેતીકાબેન ચૌહાણ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમને બે માસની પ્રેગનેન્સી હોય રૂપિયાની જરૂર હતી જેથી કરીને તેમના ઓળખીતા મોરબીના રણછોડનગરમાં રહેતા મનીષાબેન મારફતે તેમણે મોરબીના સનાળા રોડ ઉપર મહાવીર ફરસાણ પાસે આવેલ ઉજીવન બેંકમાંથી ૫૫ હજાર રૂપિયાની ગ્રુપ લોન આજથી બે મહિના પહેલા લીધી હતી જે લોનના ૩૮૦૦ ના હપ્તા બે વર્ષમાં ભરવાના હતા અને પ્રથમ માસી હપ્તો ભરી દીધો હતો જો કે, ચાલુ માસનો હપ્તો આર્થિક સંકળામણના કારણે તેમણે ભર્યો ન હતો જેથી ઉજીવન બેંક વાળા હપ્તાની ઉઘરાણી કરતા હતા અને હપ્તાની રકમ રેગ્યુલર ભરો અથવા લોન પૂરી કરી આપો. તેવું કહી લોનના હપ્તાની અવારનવાર ઉઘરાણી કરતા હતા જેથી મહિલાને મનમાં લાગી આવતા તેને પોતાના ઘરે એકલા હતા ત્યારે એસિડ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં એ ડિવિઝન પોલીસે આ અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.આર. સોનારા ચલાવી રહ્યા છે.




Latest News