મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરના ગુંદાખડા ગામે ડાક વગાડવા આવેલ થોરાળાના યુવાનનું હાર્ટ અટેકથી મોત


SHARE







વાંકાનેરના ગુંદાખડા ગામે ડાક વગાડવા આવેલ થોરાળાના યુવાનનું હાર્ટ અટેકથી મોત

છેલ્લા ઘણા સમયથી યુવાનો સહિતનાઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે રાજકોટના થોરાળા વિસ્તારમાં રહેતો યુવાન ડાક વગાડવા માટે વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે આવ્યો હતો અને ત્યાં હાર્ટ અટેક આવી જતા તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના થોરાળા વિસ્તારમાં રહેતા અને ડાક વગાડવાનું કામ કરતા ગોપાલભાઈ કરમશીભાઈ મેવાડા (૩૮) નામનો યુવાન વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે માતાજીના માંડવામાં ડાક વગાડવા માટે આવ્યો હતો અને ત્યાં હાર્ટ એટેક આવતા તેને તાત્કાલિક કુવાડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને હાર્ટ અટેકથી યુવાનનું મોત થયું હોવાની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂનો જથ્થો

હળવદ તાલુકાના ખેતરડી ગામે ખારો નામની સીમમાં આવેલ વોકડામાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૧૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હોય પોલીસે ૨૦૦ ની કિંમતનો દેશીદારૂ તથા નાની બે બોટલ દારૂની મળી આવતા ૨૦૦ રૂપિયાની દારૂની બોટલો આમ કુલ મળીને ૪૦૦ રૂપિયાની કિંમતના મુદામાલ સાથે આરોપી રાહુલભાઈ ગણેશભાઈ દેકાવાડિયા જાતે કોળી (૧૯) રહે ખેતરડી તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News