મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં ધરાર પ્રેમસબંધ રાખવા સગીરાને પતાવી દેવાની ધમકી


SHARE







મોરબીમાં ધરાર પ્રેમસબંધ રાખવા સગીરાને પતાવી દેવાની ધમકી

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીરાને એક શખ્સની સાથે પ્રેમ સંબંધ હતો જો કે, ત્યારબાદ સગીરાએ પ્રેમસંબંધ રાખવાની ના પાડી હોવા છતાં પણ અવારનવાર તેનો પીછો આ શખ્સ કરતો હતો અને તેની સાથે સંબંધ રાખવા માટે થઈને ધમકી આપતો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ખોટી રીતે હેરાન કરતો હતો જેથી કરીને સગીરાની માતા દ્વારા હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીને જયમલભાઈ મહેશભાઈ રાઠોડ રહે. મોરબી વાળા સાથે પ્રેમસંબંધ હતો અને બાદમાં તેણે આરોપી સાથે પ્રેમ સંબંધ રાખવાની ના પાડી હતી તેમ છતાં પણ આરોપી તે સગીરાનો અવારનવાર પીછો કરતો હતો અને તેની સાથે સંબંધ રાખવા માટે થઈને અને પતાવી દેવાની ધમકી આપતો હતો અને ખોટી રીતે હેરાન કરતો હતો જેથી હાલમાં ભોગ બનેલ સગીરાની માતા દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.એ. દેકાવાડીયા ચલાવી રહ્યા છે

ઝેરી દવા પી જતા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા પાવડીયારી નજીક ઉમિયા ગોલ્ડ નામની કંપનીમાં લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો કલસિંગ ખરાડી નામનો ૩૦ વર્ષનો યુવાન તેના કવાર્ટરમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી તેને જેતપર સીએચસી ખાતે મોડીરાત્રીના ત્રણેય વાગ્યાના અરસામાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ સંદર્ભે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા હાલ બનાવના કારણ અંગે તાલુકા પોલીસ સ્ટેશનના વિજયભાઈ ડાંગર દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે






Latest News