ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નીરૂબેનનગરમાં બંધ મકાનમાંથી સોનાનો હાર-રોકડ મળીને ૯૭,૦૦૦ની ચોરી: આરોપીની ધરપકડ


SHARE











માળીયા (મી)ના નીરૂબેનનગરમાં બંધ મકાનમાંથી સોનાનો હાર-રોકડ મળીને ૯૭,૦૦૦ની ચોરી: આરોપીની ધરપકડ

માળીયા મીયાણા તાલુકાના નીરૂબેનનગરમાં રહેતો યુવાન તેના પરિવારજનો સાથે માતાજીના દર્શન કરવા માટે તેને ગયો હતો દરમિયાન તેના બંધ મકાનમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઘરની બારી તોડીને પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કબાટમાં રાખવામાં આવેલ સોનાનો બે તોલાનો હાર તથા રોકડા રૂપિયા ૧૭૦૦૦ આમ કુલ મળીને ૯૭,૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના નીરૂબેનનગરમાં રહેતા કિશોરભાઈ શીવાભાઈ ધામેચા જાતે કોળી (૪૨) નામના યુવાને માળિયાની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્ય શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે, ગત તા. ૨૨  ના રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં તે પોતાનું ઘર બંધ કરીને પરિવાર સાથે વાધરવા ગામે આવેલ માતાજીના મંદિરે દર્શન કરવા માટે થઈને ગયા હતા ત્યારે રાત્રિના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે ઘરની બારી તોડીને અજાણ્ય શખ્સ દ્વારા ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો અને લોખંડના કબાટના લોકરમાં રાખવામાં આવેલ સોનાનો બે તોલાનો હાર જેની કિંમત ૮૦ હજાર રૂપિયા તથા રોકડા ૧૭,૦૦૦ રૂપિયા આમ કુલ મળીને ૯૭,૦૦૦ ની કિંમતના મુદ્દા માલની ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ચોરીની ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ગણતરીની કલાકોમાં જ આરોપી સીરાજભાઇ સીદીકભાઇ માણેક જાતે. મીયાણા (૨૦) રહે. નીરૂબેન નગર માળિયા મીયાણા વાળાની ધરપકડ કરી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

દેશીદારૂ

મોરબી તાલુકાના ગૂંગણ ગામની પાછળ મચ્છુ નદીના કાંઠે બાવળની જાળીમાં પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે તેનો ઉપયોગમાં લેવામાં આવતો ૧૭૫ લિટર આથો મળી આવ્યો હતો જેથી કરીને ૩૫૦ ની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી ભરતભાઈ રવાભાઈ સાતોલા સાથે કોળી (૫૨) રહે. ગુંગણ વાળાની ધરપકડ કરી છે આ જ વિસ્તારમાં દારૂની બીજી રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતો ૩૫૦ લિટર આથો મળી આવતા ૭૦૦ ની કિંમતના મુદ્દામાલને કબજે કરીને આરોપી કેશુભાઈ રાજભાઈ સાલાણી જાતે કોળી (૩૨) રહે. ગુંગણ વાળાની પોલીસે ધરપકડ કરેલ છે 






Latest News