મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડિયા નજીક કારખાનાની બહાર પડેલ ગરમ રેતી જેવા ઢગલામાં દાઝી ગયેલ સાત મહિનાની બાળકીનું સારવારમાં મોત


SHARE







મોરબીના જાંબુડિયા નજીક કારખાનાની બહાર પડેલ ગરમ રેતી જેવા ઢગલામાં દાઝી ગયેલ સાત મહિનાની બાળકીનું સારવારમાં મોત

મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં આવેલ રિધમ સીરામીક કારખાનાની બહારના ભાગમાં પડેલ ગરમ રેતી જેવા ઢગલામાં બે સગી બહેનો રમતા રમતા પહોંચી ગઈ હતી અને ત્યારે તે બંને દાજી જતા તેની માતા તેને બચાવવા માટે ત્યાં પહોંચી હતી જેથી તે પણ દાઝી જતાં તે ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન સાત માસની બાળકીનું મોત નિપજ્યું હોય અને આ બનાવની રાજકોટની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના જૂના મકનસર ગામમાં રેલ્વે સ્ટેશન પાસે રહેતા જીતેશભાઈ બાબુભાઈ કુંઢીયાના પત્ની કંચનબેન શાકભાજી તથા ફ્રુટ વેચવા માટે થઈને મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ રીધમ સીરામીક કારખાના પાસે ગયા હતા ત્યારે તેની બે દીકરીઓ રોશની અને જીયાન્સી (૭ મહિના) પણ તેની સાથે હતા અને રોશની તેની નાની બહેન જીયાન્સીને સાથે લઈને કારખાનાની બહારના ભાગે રેતી જેવા પડેલ ઢગલા ઉપર રમવા માટે જતા તે ગરમ હોય રોશની પગે દાજવા લાગતા તેના હાથમાં રહેલ તેની નાની બેન જીયાન્સી અકસ્માતે ગરમ ઢગલામાં પડી ગઈ હતી જેથી કરીને તે શરીરે દાજી જતા તાત્કાલિક તેની માતા કંચનબેન તેને બચાવવા માટે દોડી ગયા હતા અને તે પણ બંને પગે દાઝી ગયા હતા જેથી કરીને કંચનબેન તથા તેની બંને દીકરીઓને સારવાર માટે મોરબીથી રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન કંચનબેનની સાત મહિનાની દીકરી જીયાન્સીનું મોત નીપજયું છે જેથી આ બનાવની રાજકોટની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે






Latest News