મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો
Breaking news
Morbi Today

મોરબીની સાયન્સ કોલેજમાં જીલ્લાકક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-૨૦૨૩ યોજાઇ


SHARE











મોરબીની સાયન્સ કોલેજમાં જીલ્લાકક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-૨૦૨૩ યોજાઇ

ગુજરાત કાઉન્સિલ ઓન સાઇન્સ ઍન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા સંચાલિત મોરબીના આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ૩૧મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ ૨૦૨૩ નું આયોજન સર્વોદય એજ્યુકેસન સોસાયટી ટ્રસ્ટ સંચાલિત મહારાજા મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજ મોરબી ખાતે રાખવામાં આવેલ હતું. જેમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા આ પરિષદમાં તાલુકા કક્ષાએથી પસંદ પામેલા ૨૬૦ જેટલા ઉચ્ચ સ્તરના પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવેલ હતા. અને તેમાંથી જીલ્લા કક્ષાએ ૧૦ પ્રોજેક્ટ્સ રાજ્ય સ્તર માટે પસંદ પામ્યા છે જે હવે પછી રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લઈને મોરબી જીલ્લા તેમજ તેમના શાળા સંસ્થાનું નામ ઉજવળ કરશે આ તકે સહભાગી સંસ્થાના ટ્રસ્ટી રજનીભાઈ તથા દેવાંગભાઈ તેમજ ગાંધીનગરથી દીપકભાઈ, અનિલભાઈ તેમજ ઓબઝર્વર અને આચાર્ય ડૉ એચ.સી. માંડવીયા, ડૉ દંગી અને આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના કો ઓર્ડીનેટર દિપેનભાઈ ભટ્ટ દ્વારા ભાગ લીધેલ તથા પસંદગી પામેલા વિદ્યાર્થીઓને અભિનદન પાઠવવામાં આવ્યા હતા. તેવું આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના સંચાલક એલ.એમ. ભટ્ટએ માહિતી આપતા જણાવ્યુ છે






Latest News