મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

આગામી 18 મી તારીખે હળવદમાં સમસ્ત પાટીદાર સમાજ હળવદ-ધ્રાંગધ્રા દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન


SHARE







આગામી 18 મી તારીખે હળવદમાં સમસ્ત પાટીદાર સમાજ હળવદ-ધ્રાંગધ્રા દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

આગામી તા.૧૮ને બુધવારે ઉમા કન્યા છાત્રાલય હળવદ ખાતે પાટીદાર સમાજના શિરોમણી,ધરોહર અને પાટીદાર રત્ન એવા સ્વ.ઓ.આર.પટેલની ૧૧ મી પુણ્યતિથિ નિમિતે સમસ્ત હળવદ ધ્રાંગધ્રા પાટીદાર સમાજ દ્વારા મેગા બ્લડ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે.જેમાં પાટીદાર સમાજના યુવાનો સાથે તમામ સમાજના યુવાનો ખૂબ મોટી માત્રામાં બ્લડ ડોનેટ કરશે.સ્વ.શ્રી ઓ.આર.પટેલ સાહેબે પાટીદાર સમાજના વિકાસની સાથે તમામ સમાજના ગરીબો, દીકરીઓને આર્થિક મદદ દાન કરેલ.અત્રે યાદ કરવું જરૂરી એટલા માટે છે કે હળવદ-ધ્રાંગધ્રાનો પાટીદાર સમાજ તમામ સમાજને સાથે લઈને ચાલનારો સમાજ છે.કોરોના ની વિપરીત કપરી પરિસ્થિતિના સમયે પાટીદાર સમાજ પોતાના દાનથી પોતાની મહેનત મદદથી  પાટીદાર સમાજના ડૉકટોરોની ટીમથી પાટીદાર સમાજના આગેવાનોની છત્રછાયામાં પાટીદાર સમાજના યુવાનોએ દિન રાત તમામ સમાજના દર્દી નારાયણની સેવા કરેલ.  વાવાઝોડા વખતે પણ અસરગ્રસ્તોને જમવાની વ્યવસ્થા પુરી પાડેલ.આવા  પાટીદાર સમાજના ભામાશા સ્વ.શ્રી ઓ.આર.પટેલની ૧૧ મી પુણ્યતિથિ અનેક જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ કરી જરૂરિયાત મંદ દરેક સમાજના દર્દી નારાયણ માટે  બ્લડ એકઠું કરવાનો નિર્ણય કરેલ હોય હળવદ ધ્રાંગધ્રા તાલુકાના તમામ યુવાનો પણ ઓ.આર.પટેલને ભાવાંજલી આપવા થનગની રહ્યા છે.






Latest News