મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં સજનપર પ્રા.શાળામાંથી કૃતિ રજૂ કરાઈ


SHARE







મોરબી જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં સજનપર પ્રા.શાળામાંથી કૃતિ રજૂ કરાઈ

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં શ્રી સજનપર પ્રા. શાળાના ઇનોવેટિવ શિક્ષક કાસુન્દ્રા ચંદુલાલ જસમતભાઈ દ્વારા નવતર પ્રયોગ તરીકે "મધ્યાહન ભોજનની સુચારૂ વ્યવસ્થા વિષયની એક અલગ જ કૃતિ રજુ કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકો મધ્યાહન ભોજન જમવા માટે ડિશ ન હોવાથી જમતા ન હતા આ બાબત ધ્યાનમાં આવતા જ શાળાના શિક્ષક કાસુન્દ્રા ચંદુલાલે આ સમસ્યા દૂર કરવાનો ઉપાય ત્વરિત વિચારી તેને અમલમાં મુક્યો હતો જેમાં શાળાના તમામ બાળકોને શાળામાંથી ડિશ મળે તે માટે શાળાના લોગો વાળી ડિશ લાવી તેની યોગ્ય વ્યવસ્થા માટે બજારમાં મળતા સ્ટીલના મોંઘા ઘોડાને બદલે પોતાની જાતે જ શાળાના શિક્ષકની મદદથી પીવીસી પાઈપનો ઉપયોગ કરી "ઇકો ફ્રેન્ડલી અને સસ્તો ડિશનો ઘોડો" બનાવવામાં આવ્યો તેમજ દરેક ડિશમાં અને ઘોડામાં વિદ્યાર્થીઓના ધોરણ અને રોલ નંબર લખવામાં આવ્યા જેથી બધા બાળકો સુચારૂ રીતે તેનો ઉપયોગ કરી શકે છે આ નવતર પ્રાયોગ માટે સમગ્ર સ્ટાફ તેમજ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવેલ છે.






Latest News