મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના આણંદપર પાડધરા રોડે યુવાનની કારને આંતરીને છ શખ્સો દ્વારા હુમલો: યુવાનને માર મારીને કારમાં કરી નુકશાની


SHARE











વાંકાનેરના આણંદપર પાડધરા રોડે યુવાનની કારને આંતરીને છ શખ્સો દ્વારા હુમલો: યુવાનને માર મારીને કારમાં કરી નુકશાની

વાંકાનેર તાલુકાનાં આણંદપર પાડધરા રોડે આદેશ પટેલ બેલાની ખાણ પાસે રોડ ઉપરથી યુવા તેની કાર લઈને જય રહ્યો હતો ત્યારે તેના ભાણેજ સાથે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનની કારને આંતરવામાં આવી હતી અને ત્યાર બાદ કારમાં પથ્થર મારીને નુકશાની કરી હતી અને યુવાનને માથા અને શરીરે પાઇપ તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ તેને છ શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના કોઠારીયા રોડ ઉપર આવેલ હુડકો કવાર્ટર-સી પાછળ મણીનગર સોસાયટીમાં રહેતા લાલાભાઇ રામભાઇ વરૂ જાતે આહિર (૩૫)એ હાલમાં મેહુલ સરવૈયા અને દિનેશ સરવૈયા રહે. બંને સુંદરીભવાની તાલુકો હળવદ તેમજ તેની સાથે આવેલા ચાર અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાનાં આણંદપર પાડધરા રોડે આદેશ પટેલ બેલાની ખાણ પાસે રોડ ઉપરથી ફરીયાદી પોતાની કાર લઇને જતી હતો ત્યારે આરોપી મેહુલ સરવૈયાને ફરીયાદીના ભાણેજ સાથે બે દિવસ પહેલા બોલાચાલી અને ઝઘડો થયેલ હતો તેનો ખાર રાખીને અજાણ્યા મોટર સાયકલ ચાલકે તેનું બાઇક કારની આડે મૂક્યું હતું અને ત્યાર બાદ મેહુલ સરવૈયાએ ત્યાં આવીને ફરીયાદીની કાર પર પથ્થરનો ઘા કરીને કારમાં નુકશાની કરી હતી તેમજ ફરીયાદીને માથામાં ઇજા કરી હતી અને બાદમાં ફરીયાદી ગાડીની બહાર આવતા ત્યાં આરોપી દિનેશ સરવૈયા તથા બીજા ત્રણ ઇસમો બાઈકમાં આવ્યા હતા અને આરોપી મેહુલ તથા દિનેશે ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને માથા સહિત શરીરે આડેધડ પાઇપના ઘા તેમજ ઢીકાપાટુનો માર મારેલ હતો જેથી ફરીયાદીને ઇજા થતાં સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ તેને મેહુલ તથા દિનેશ સહિત કુલ છ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૩૩૭, ૪૨૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 




Latest News