મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

પિતાની પુણ્ય તિથીએ યુવાને હળવદમાં વિવિધ સેવા પ્રોજેક્ટ કર્યા


SHARE







પિતાની પુણ્ય તિથીએ યુવાને હળવદમાં વિવિધ સેવા પ્રોજેક્ટ કર્યા

થોડા સમય પહેલા જ હળવદમાં આવેલ જનતા હોટલના માલિક કેદારભાઈ રાવલ તેમજ મનીષભાઈ રાવલના પિતા પુનર્વસુભાઈ રાવલનું નિધન થયું હતું.તેથી વિવિધ સેવાકીય પ્રવૃતિ કરીને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે અનેક સેવાકીય કાર્ય તેઓના પરીવારજનો કરી રહ્યા હતા.જ્યારે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે ૧૧ ગરીબ પરિવારની દીકરીઓને નવા કપડાં અપાવ્યા હતા તેમજ જીવદયાના ભાગરૂપે કુતરાઓને દૂધ પીવડાવવામાં આવ્યું હતુ.તેમજ ૧૧૦૦ બાળકોને વિવિધ સ્થળો ઉપર જઈને નાસ્તો કરાવવામાં આવ્યો હતો અને પક્ષીઓને ૬૦ કિલો ચણ નાખવામાં આવ્યું હતુ.તેમજ હરતુ ફરતુ પાણી સ્ટેન્ડ જે પાણીની પરબ માટેના પાંચ જેટલા સ્ટેન્ડ ખુલ્લા મુકવામાં આવ્યા હતા અને ચકલીના ચણ માટે ૩૫૦ જેટલા બર્ડ ફીડરો વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યા હતા આમ આવી રીતે વિવિધ સેવાકીય પ્રોજેક્ટો કરીને સાચી શ્રદ્ધાંજલિ મળે તેવા હેતુથી આ આયોજન ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદના સહકારથી કરવામાં આવ્યા હતા






Latest News