મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા ગામે નર્મદા કેનાલના તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







માળીયા (મી)ના વાધરવા ગામે નર્મદા કેનાલના તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામ પાસે આવેલ નર્મદા કેનાલના તળાવમાં પડી જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના ચીખલીના રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના વાધરવા ગામે સીમમાં રહેતા અને મજૂરી કામ કરતા સરદારભાઈ જિંગલાભાઈ બારૈયા જાતે આદિવાસી (૪૦) નામનો યુવાન વાધરવા ગામની સામેના ભાગમાં આવેલ નર્મદા કેનાલના તળાવમાં કોઈ કારણોસર પડી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજયું હતું અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે માળિયા મીયાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ
હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેતા કનુભાઈ માધુભાઈ (૪૭) નામનો યુવાન પોતાના ઘરેથી વાડીએ બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે કૂતરું આવ્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં કનુભાઈને ઇજાઓ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને આ બનાવની જાણ કરી હતી જેથી પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં જાણ કરવામાં આવશે

બાઇક સ્લીપ
ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા અશોકભાઈ મૂળજીભાઈ માંડવીયા (૪૩) નામનો યુવાન પોતાના ઘરેથી વાડીએ જતો હતો ત્યારે રસ્તામાં અકસ્માતે બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં અશોકભાઈ માંડવીયાને ઇજાઓ થઇ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોય ત્યાં જાણ કરવામાં આવશે






Latest News