મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કનેક્શન માટે ધમકાવીને લાંચ લેનારા પાણી પુરવઠા વિભાગના બે કર્મચારી ઝડપાયા


SHARE











વાંકાનેરમાં કનેક્શન માટે ધમકાવીને લાંચ લેનારા પાણી પુરવઠા વિભાગના બે કર્મચારી ઝડપાયા

મોરબી જિલ્લાના વાંકાનેરમાં પાણીના કનેક્શન માટે ધમકાવી મોટો દંડ કરી કેસ કરશે તેવી ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા વ્યક્તિએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને ત્યાર બાદ એસીબીની ટીમે છટકું ગોઠવીને ૪૦ હજારની લાંચ લેતા પાણી પુરવઠાના બે કર્મચારીને રંગેહાથ ઝડપી લીધા હતા અને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જિલ્લાના ફરીયાદી તથા તેના મિત્રએ કાછીયાગાળા સર્વે નંબરમાથી પસાર થતી ઢાંકી સુરેન્દ્રનગરથી હડાળા-રાજકોટ જતી જીડબલ્યુઆઈએલ નર્મદાની પીવાના પાણીની પાઇપ લાઇનમાથી પાણીનુ કનેકશન લીધેલ હતું જે બાબતે આરોપીઓએ ફરીયાદીને બોલાવીને બન્ને કનેકશન દુર કરાવી ફરીયાદીને કનેકશન બાબતે અવારનવાર રૂબરૂ બોલાવીને તેઓ ઉપર કેસ કરીને બંનેને દશ-દશ લાખનો દંડ કરાવશે અને તેઓની જમીન ઉપર બોજો આવશે તેવો ડર બતાવ્યો હતો અને કેસ નહી કરવાના ફરિયાદી સહિત બંને પાસેથી ૧,૫૦,૦૦૦ ની માંગણી કરી હતી જો કે, એકના ૫૦,૦૦૦ લેખે બંનેને એક લાખ આપવાના નક્કી કર્યા હતા ત્યાર પછી ફરીયાદીને અવાર નવાર ફોન કરીને બોલાવી ફરીયાદીના મિત્રનો પણ વહીવટ કરાવી દેવા દબાણ કરીને લાંચની માંગણી કરી હતી જેથી કરીને ફરીયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને બાદમાં છટકુ ગોઠવીને આરોપી સુમાર ઉર્ફે સમીર નુરમામદભાઇ જુણેજા સંધી (૩૫) નોકરી લાઇન મેઇન પાણી પુરવઠા સુરેન્દ્રનગરમાં અગીયાર માસના કરાર આધારીત રહે. ખેરવા તાલુકો વાંકાનેર અને હિરેનભાઇ ઉર્ફે બાપુ ચંદુભાઇ કોટડીયા પટેલ (૨૫) નોકરી ધરતી એન્જીનિયરીંગમાં મેન્ટેનન્સ સુપરવાઇઝર રહે. હાલ કુવાડવા પાણી પુરવઠાના હેડ વર્ક્સના ક્વાર્ટરમાં મુળ રહે. અમરેલી લાઠી રોડ વ્રુદાવન પાર્ક બી-૫૧. વાળાને લાંચના નાણા ૪૦,૦૦૦ લેતા પકડી લીધેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News