મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના વીરપરડા પાસે અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા રાહદારી યુવાનનું મોત


SHARE







મોરબીના વીરપરડા પાસે અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા રાહદારી યુવાનનું મોત

મોરબી તાલુકાના વીરપરડા ગામની સીમમાં આવેલ પેપર મિલના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં કામ કરતો યુવાન ઈંડા લેવા માટે લારીએ ગયો હતો ત્યાંથી પરત ચાલીને આવી રહ્યો હતો દરમિયાન તેને અજાણી કારના ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં યુવાનને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું હાલમાં મૃતક યુવાનના ભાઈએ અજાણી કારના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડના રહેવાસી અને હાલમાં મોરબીના વીરપરડા ગામની સીમમાં પીપળીયા આમરણ રોડ ઉપર આવેલ લેમન્જા પેપર મીલમાં રહેતા અમિત નારાયણ મહલદાર જાતે ગોદી (૩૫)એ અજાણી કારના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેનો ભાઈ લાલુ નારાયણ મહલદાર કારખાનેથી ઈંડાની લારીએ ઈંડા લેવા ગયો હતો ત્યાંથી ચાલીને તે પાછો આવી રહ્યો હતો દરમિયાન ઇટાલવા કારખાનાની સામેથી તે પસાર થતો હતો ત્યારે આમરણ બાજુથી આવતી કોઈ અજાણી કારના ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીના ભાઈ લાલુભાઈને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવમાં મૃતક યુવાનના ભાઈ દ્વારા અજાણી કારના ચાલક સામે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન. સગારકા ચલાવી રહ્યા છે






Latest News