મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા વિધાથી સન્માન સમારોહ યોજાશે


SHARE







મોરબીમાં સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા વિધાથી સન્માન સમારોહ યોજાશે

મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા ગોસ્વામી સમાજના તેજસ્વી તારલાઓનો ૨૬ મો સરસ્વતી સત્કાર સમારંભ યોજવામાં આવશે જેમાં ગોસ્વામી સમાજના કેજી થી કોલેજ અને કોઈપણ માસ્ટર ડિગ્રી કે કોઈપણ ડિગ્રી તથા કોઈપણ વિશેષ સિદ્ધિ મેળવેલ વિધાર્થીઓનું સન્માન કરવામાં આવશે

મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને જ્ઞાતિના વિદ્યાર્થીઓ આગળ આવે તે માટે તેઓને શીલ્ડ તથા શૈક્ષણિક કીટ આપીને ઇનામ આપવામાં આવશે જેથી કરીને માર્કશીટ વહેલામાં વહેલી તકે તા. ૧૯/૧૦ સુધીમાં પહોંચતી કરવા જણાવ્યુ છે અને આ માર્કશીટ ગોસ્વામી સુરેશગીરી અને અલ્પેશ ગોસ્વામી (ગોસ્વામી બુક સ્ટોલ, સરદાર બાગ પેટ્રોલ પંપ સામે, મોરબી), સત્યમગીરી ગોસ્વામી (શ્રીરામ મોબાઈલ રીપેરીંગ, દેવ અક્ષર કોમ્પલેક્ષ સામે નહેરુ ગેટ ચોક) સમય સવારે ૧૦ થી રાત્રિના ૮ સુધી આપી જવાની રહેશે અને માર્કશીટ પાછળ આપના મોબાઈલ નંબર લખવા તથા જ્ઞાતિના કોઈપણ કારોબારી સદસ્યને આપી શકશો એમ મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ મહંત ગુલાબગીરી ગોસ્વામીએ જણાવ્યુ છે






Latest News