મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના રાજકોટ હાઇવે ઉપર બાઈક સાથે ખુંટીયો અથડાતા ઇજા પામેલ યુવાન સારવારમાં ખસેડાયો


SHARE







મોરબીના રાજકોટ હાઇવે ઉપર બાઈક સાથે ખુંટીયો અથડાતા ઇજા પામેલ યુવાન સારવારમાં ખસેડાયો

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલા કારખાના નજીક વાહન અકસ્માત બનાવ સર્જાયો હતો જેમાં બાઈક સાથે ખૂંટીયો અથડાવવાના બનેલ બનાવમાં ઇજા પામેલ લજાઈ ગામના યુવાનને સારવારમાં ખસેડાયો હતો.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રાજકોટ હાઇવે ઉપર એટોપ પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં ટંકારા તાલુકાના લજાઈ ગામના વતની ગોવિંદ હીરાભાઈ કોળી નામના ૨૫ વર્ષના યુવાનને ઇજાઓ થતા અત્રેની સિવિલે સારવારમાં લાવવામાં આવ્યો હતો જેને પગલે ત્યાં તેની સારવાર ચાલુ કરવામાં આવ્યા બાદ આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને બનાવને પગલે ઈન્વે. અધિકારી વિ.કે.પટેલ દ્વારા તપાસ કરવામાં આવી હતી.જેમાં સામે આવ્યું હતું કે ગોવિંદભાઈ બાઈક લઈને જતા હતા ત્યારે તેઓના બાઈક સાથે ખુંટીયો અથડાયો હતો અને તે બનાવમાં તેઓને ઈજા થતા હાલ સારવારમાં ખસેડાયા છે.

વાહન અકસ્માતમાં વૃદ્ધાને ઇજા

મોરબીના શક્તિ ચોક પાસે વાહન અકસ્માતમાં ઇજા થતા વૃદ્ધાને સારવારમાં ખસેડાયા હતા.મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળ આવેલી સૂર્યર્કિર્તિ સોસાયટીમાં રહેતા મધુબેન મગનભાઈ પારસાણીયા નામના ૮૦ વર્ષના વૃદ્ધા બાઈકમાં બેસીને મોરબીના ગેસ્ટ હાઉસ રોડના નાકે આવેલ શક્તિ ચોક પાસેથી જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને બાઈકમાંથી પડી જવાથી મધુબેન નામના વૃદ્ધાને ઈજાઓ થયેલ હોય તેમને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

બાળક સારવારમાં

જામનગરના જોડિયા તાલુકામાં આવેલા દુધઈ આમરણ ગામે રહેતા પરિવારનો અનિલ નરવતભાઈ બામણીયા નામનો છ વર્ષનો બાળક તેના ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા ઇજાઓ પામતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને અહીં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે હાલ રાજકોટ લઈ જવાયો હોવાનું જાણવા મળે છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઉપર આવેલા કામઘેનું પાર્ટી પ્લોટ પાસે ૨૫ વારીયા વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં સુનિલ રવજીભાઈ સોલંકી નામના ૨૫ વર્ષના યુવાનને ઇજાઓ થતા તેને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો અને બનાવ અંગે નોંધ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.






Latest News