મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી : શાળા નંબર-૪ હળવદ ખાતે સીઆરસી કક્ષાનો ગણિત-વિજ્ઞાન મેળો યોજાયો


SHARE







મોરબી : શાળા નંબર-૪ હળવદ ખાતે સીઆરસી કક્ષાનો ગણિત-વિજ્ઞાન મેળો યોજાયો

હળવદ- મોરબી દરવાજા બહાર આવેલ સરકારી શાળા નંબર-૪ ખાતે સીઆરસી કક્ષાના ગણિત-વિજ્ઞાન મેળાનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આયોજન થયું હતું.સમગ્ર કાર્યક્રમની સુંદર શરૂઆત સમૂહ પ્રાર્થનાથી થઈ ત્યાર બાદ શાળાના આચાર્ય રાજેશભાઈ જાકાસણીયા,  સીઆરસી કેતનભાઈ પટેલ તથા ગણિત-વિજ્ઞાનના શિક્ષકો દ્વારા રિબિન કાપી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો.વિજ્ઞાન મેળો કુલ ૫ વિભાગમાં યોજાયો હતો જેમાં સરકારી અને ખાનગી શાળાના મળીને કુલ ૧૨ જેટલી શાળાઓએ વિવિધ વિભાગોમાં ભાગ લીધો હતો.જેમાં  આશરે કુલ ૧૮ જેટલા વિવિધ વિજ્ઞાનના પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા.જેમાં હાઇડ્રોપોનિક્સ ખેતી, સોલાર ટ્રેકર, મોડર્ન ડિફેન્સ સ્ટિક, સેફ્ટીકાર ડ્રાયવિંગ મોડેલ, રિવર ક્લિનિંગ બોટ, હાઇડ્રોલિક બ્રિજ, સ્મોકિંગ મોડેલ, રેઇન વૉટર હાર્વેસ્ટિંગ જેવા વિવિધ ગાણિતિક અને વૈજ્ઞાનિક મોડેલો બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ થયા હતા જે અંતર્ગત નિર્ણાયક તરીકે રાજેશભાઇ, ચેતનભાઇ તથા હરદેવસિંહએ સુંદર ભૂમિકા ભજવી હતી.આમ સીઆરસી કક્ષાનો બાળ વિજ્ઞાન મેળાનું સુંદર અને સફળ રીતે આયોજન સંપન્ન થયું હતું






Latest News