મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદ પોલીસે હત્યાના ગુનામાં પકડેલા આરોપીએ લોકઅપના શૌચાલયમા કર્યો આપઘાત


SHARE







હળવદ પોલીસે હત્યાના ગુનામાં પકડેલા આરોપીએ લોકઅપના શૌચાલયમા કર્યો આપઘાત

મોરબી જિલ્લાના હળવદ પોલીસે સ્ટેશનમાં દીઘડિયા ગામે ભાઈની હત્યાના ગુનામાં થોડા દિવસો પહેલા પકડાયેલા આરોપીએ ગત રાત્રિના સમયે શૌચાલયમા આપઘાત કર્યો છે જેથી કરીને હાલમાં હાલમાં ડીવાયએસપી સહિતના અધિકારીઑ હળવદ પોલીસ સ્ટેશને પહોચ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં દિઘડીયા ગામની સીમમાં રહેતા મૂળ ચિત્રોડી ગામના રહેવાસી મુકેશભાઈ કુકાભાઈ સારલા (૩૫) ની તેના જ બે સગાભાઈ રઘાભાઈ કુકાભાઈ સારલા અને મુન્નાભાઈ કુકાભાઈ સારલાએ ખેતરમાં સિચાઇ માટે પાણી લાવે બાબતે બોલાચાલી કરીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિને હત્યા કરવામાં આવી હતી આ ઘટનામાં મૃતકના પત્ની દક્ષાબેને ફરીયાદ નોંધાવી હતી કે, રઘાભાઈમૃતક મુકેશભાઈ અને મુન્નાભાઈ ત્રણ સગાભાઇ છે અને તેઓની વડીલોપાર્જિત ૧૫ વીઘા જમીનમાંથી ત્રણેય ભાઈઓને પાંચ પાંચ વીઘા જમીન ભાગમાં આવેલ છે જો કેવીજ કનેક્શન એક જ હોવાથી મોટરથી સિંચાઇ માટે પાણી લેવા બાબતે ત્રણેય ભાઇઓની વચ્ચે બોલાચાલી થઈ હતી. અને રઘાભાઈ કુકાભાઈ સારલા અને મુન્નાભાઈ કુકાભાઈ સારલાએ તીક્ષ્ણ હથિયાર વડે મુકેશભાઇ ઉપર હુમલો કર્યો હતો જેમાં મુકેશભાઇની હત્યા થયેલ હતી આ ગુનામાં પોલીસે થોડા દિવસો પહેલા મુન્નાભાઈ કુકાભાઈ સારલાની ધરપકડ કરી હતી અને તે હળવદ પોલીસ સ્ટેશનના લોકઅપમાં હતો દરમ્યાન તેને ત્યાં શૌચાલયમા ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધે છે જેથી કરીને હાલમાં ડીવાયએસપી સહિતના અધિકારીઓ હળવદ પોલીસ સ્ટેશને પહોચ્યા છે






Latest News