મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સગાઈ બાદ યુવતીના પરિવારજનો લગ્ન ન કરાવતા યુવક-યુવતી ભાગી ગયા !: યુવકની માતાને માર માર્યો


SHARE







વાંકાનેરમાં સગાઈ બાદ યુવતીના પરિવારજનો લગ્ન ન કરાવતા યુવક-યુવતી ભાગી ગયા !: યુવકની માતાને માર માર્યો

વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા યુવાનની જે યુવતી સાથે સગાઈ થઈ હતી તેના પરિવારજનો યુવતીના લગ્ન કરાવતા ન હતા જેથી કરીને યુવક અને યુવતી ભાગી ગયેલ છે જેથી  તે વાતનો ખાર રાખીને યુવતીના માતા-પિતા સહિતના ચાર વ્યક્તિઓ દ્વારા પાવડાના હાથા વડે યુવકની માતા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ડાબા હાથે અને ડાબા પગે માર મારીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી કરીને મહિલા દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના નવાપરા જીઆઇડીસીમાં ઈંટોના ભઠ્ઠાની પાછળના ભાગમાં રહેતા હંસાબેન બલુભાઈ ભોજવિયા જાતે દેવીપુજક (૫૦)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તેના વેવાઈ લાભુભાઈ બીજલભાઇ, વેવાણ કંચનબેન લાભુભાઈ તેમજ વજીબેન બીજલભાઇ અને જેકાબેન અવચરભાઇ રહે. બધા નવાપરા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના દીકરાની સગાઈ લાભુભાઈ બીજલભાઇની દીકરી સાથે કરેલ હતી અને તે લગ્ન કરાવતા ન હોય ફરિયાદીનો દીકરો અને આરોપીની દીકરી બંને ભાગી ગયેલ છે જે બાબતનો ખાર રાખીને લાભુભાઈ તેના પત્ની સહિતના ચારેય વ્યક્તિઓએ ફરિયાદી ઉપર પાવડાના હાથા વડે હુમલો કર્યો હતો અને ત્યારે તેને ડાબા હાથ અને ડાબા પગમાં માર મારીને ઇજા કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News