મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા ગામે સરકારી જમીન ઉપર ખેતી કરનારા સામે લેન્ડ ગ્રેબિંગ


SHARE







વાંકાનેરના તીથવા ગામે સરકારી જમીન ઉપર ખેતી કરનારા સામે લેન્ડ ગ્રેબિંગ

વાંકાનેર તાલુકાના પીપળીયા અગાભી ગામે સરકારી જમીન ઉપર કબજો કરીને ત્યાં ખેતી કરવામાં આવી રહી છે જેથી કરીને વાકાનેરના મામલતદાર દ્વારા હાલમાં સરકારી જમીન ઉપર દબાણ કરનારા શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના મામલતદાર ઉત્તમભાઈ વિનયભાઈ કાનાણી (૨૯)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જલાલભાઈ નુરમામદભાઈ માથાકિયા રહે. તીથવા તાલુકો વાંકાનેર વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના પીપળીયા અગાભી ગામે તીથવા ગામના સર્વે નંબર ૧૭૯  પૈ.૧ હે.૦-૬૧-૪૮ ચો.મી. જમીન પચાવી પાડવાના આશયથી ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો અને તેના ઉપર ખેતી કરવામાં આવતી હતી અને આમ સરકારી જમીનનો અંગત લાભ માટે ઉપયોગ કરી અને અધિકૃત રીતે કબજો કરવામાં આવ્યો છે અને દબાણ કરવામાં આવ્યું છે જેથી કરીને મામલતદાર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News