મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં કૃષિ સપ્તાહ અંતર્ગત પ્રાકૃતિક ખેતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં કૃષિ સપ્તાહ અંતર્ગત પ્રાકૃતિક ખેતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્રજુનાગઢ કૃષિ યુનિવર્સિટી મોરબીદ્વારા તા. ૧૧ થી ૧૬ દરમિયાન કૃષિ સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. ૧૩ ના રોજ પ્રાકૃતિક ખેતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ખાસ હેતુ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો હતો. જેથી પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનના ઉપભોક્તા અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો સંયુક્ત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ કેન્દ્રના વડા ડો. જીવાણીવૈજ્ઞાનિક ડી.એ.સરડવા અને એમ.બી. ભોરાણીયાએ ખેડૂતોને ફિલ્ડ મુલાકાત તેમજ હલકા ધાન્યની આહારમાં મહત્તા  અને તેની ખેતી પદ્ધતિથી ખેડૂતોને માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી ખેડૂત વક્તા જિલ્લા સંયોજક દાજી બાપુએ પ્રાકૃતિક ખેતીના અનુભવો અને પ્રાકૃતિક ખેત ઉત્પાદન કઈ રીતે મેળવવું તે અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.વી.પી. ચોવટીયાવિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એન.બી.જાદવસહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. છોડવાડીયા હાજર રહી ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ કાર્યક્રમમાં પ્રાકૃતિક શાકભાજી પ્રોત્સાહક મંડળ તરફથી  પ્રાણજીવન ભાઈ કાલરીયામણીભાઈ ગડારા અને મનુભાઈ કૈલા સહિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.






Latest News