મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટેના ભાજપે ઉમેદવાર જાહેર કર્યા: વાંકાનેરમાં ચૂંટણી યોજાશે


SHARE







મોરબી જિલ્લામાં આવતી પાંચ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂરી થતી હોય ત્યાં નવા હોદ્દેદારોની ભાજપ દ્વારા પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે જોકે હાલમાં ટંકારા, મોરબી, માળિયા, વાંકાનેર અને હળવદ માટે થઈને પ્રમુખ અને ઉપપ્રમુખ પદના ઉમેદવારોના ભાજપ દ્વારા નામ જાહેર કરી દેવામાં આવ્યા છે વાંકાનેર તાલુકા પંચાયતમાં ચુંટણી યોજાશે

મોરબી તાલુકા પંચાયતની ૨૬ બેઠકમાંથી ૧૯ ભાજપની છે અને ૬ કોંગ્રેસની છે ત્યારે આગામી અઢી વર્ષ માટે ભાજપ દ્વારા મોરબી તાલુતા પંચાયતના પ્રમુખ માટે અશોકભાઈ વાલજીભાઈ દેસાઈ, ઉપપ્રમુખ માટે કિરણબેન જયેશભાઇ રાઠોડ અને કારોબારી તરીકે તુલસીભાઈ પાટડીયાના નામ જાહેર કરવામાં આવેલ છે અને કાલે ચુંટણી યોજાશે જેમા પદાધિકારીઓ માટે વનેવે સમાન ચુંટણી બની રહેશે

આવી જ રીતે માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની આગામી અઢી વર્ષનું ટર્મ માટે પણ ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સુશીલાબેન બાવરવા અને ઉપપ્રમુખ તરીકે સીતાબેન લાવડીયાનું નામ જાહેર કરેલ છે

તો હળવદ તાલુકા પંચાયતમાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ પદ માટે પ્રવીણભાઈ માવજીભાઈ સરસાવડીયા, ઉપપ્રમુખ પદ માટે રમેશભાઈ કાંતિભાઈ ઝીઝુવાડિયા, કારોબારી ચેરમેન પદે હર્ષાબેન મહેશભાઈ કોપણીયાનું નામ ભાજપે જાહેર કરાયુ છે. અને આવતીકાલે હળવદ તાલુકા પંચાયતના નવા હોદેદારો માટે ચૂંટણી થશે.

જ્યારે ટંકારા તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે છાંયાબેન અરવિંદભાઈ માડવીયા, ઉપપ્રમુખ પદ માટે ચાર્મીબેન ભાવેશભાઈ સેજપાલ અને કારોબારી ચેરમેન પદે અલ્પેશભાઈ ચુનીલાલભાઈ દલસાણીયાના નામની ભાજપે જાહેરાત કરી છે

આવી જ રીતે વાંકાનેર તાલુકા પંચાયત માટે પ્રમુખ ઉપપ્રમુખના ભાજપે નામ જાહેર કરેલ છે જો કે, ત્યા કોંગ્રોસમાંથા પ્રમુખ પદ માટે કુસમબેન ઉસ્માનગની પરાસરા અને ઉપપ્રમુખ માટે રહીમભાઇ જલાલભાઇ ખોરજીયાએ ઉમેદવારી કરેલ છે સામે ભાજપમાંથી પ્રમુખ કૈલાસબા હરીસિંહ ઝાલા અને ઉપપ્રમુખ દેવુબેન હનુભાઇ વિંજવાડીયાએ ઉમેદવારી નોંધાવી છે હાલમાં વાંકાનેર તાલુકા પંચાયતની ૨૪ પૈકીની એક બેઠક ખાલી છે અને ૨૩ બેઠકમાંથી ૧૩ બેઠકો ભાજપ પાસે છે અને ૧૦ બેઠકો કોંગ્રેસ પાસે છે






Latest News