મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલાને પાડોશમાં રહેતી બે મહિલાઓએ માર માર્યો


SHARE











મોરબીમાં મહિલાને પાડોશમાં રહેતી બે મહિલાઓએ માર માર્યો

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ લાભનગરમાં રહેતા મહિલાને ત્યાં પાડોશમાં રહેતા બે મહિલાઓ દ્વારા ધમકી આપીને ત્રાસ આપવામાં આવતો હતો અને માર માર્યો હતો જેથી કરીને ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ લાભનગર વિસ્તારમાં રહેતા પુષ્પાબેન દીપાંકરભાઈ ચક્રવર્તી (૩૬)ને ત્યાં રહેતા સવિતાબેન મહેતા અને અસ્મિતાબેન શાહ છેલ્લા દસ દિવસથી ધમકી આપીને ત્રાસ આપતા હતા અને માર માર્યો હતો જેથી કરીને તેને ઇજા થઇ હોવાથી પુષ્પાબેન ચક્રવર્તીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે. ચાવડા દ્વારા કરવામાં આવી હતી

ફિનાઇલ પીધું

મોરબી નજીકના લાલપર ગામે રહેતા પાયલબેન મયંકભાઇ સાવડીયા (૨૦) નામના મહિલા કોઈ કારણોસર ફીનાઇલ પી ગયા હતા જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. બગડા તથા તેની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે

ટીકડા ખાધા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકાનસર ગામે રહેતા પૂજાબેન હિતેશભાઈ તલસાણીયા (૨૮) નામની મહિલા કોઈ કારણોસર ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ ગઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે






Latest News