મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીનો ઝૂલતા પુલ કેસ ડીજીપી વિજયભાઈ જાનીને સોંપાયો


SHARE







મોરબીનો ઝૂલતા પુલ કેસ ડીજીપી વિજયભાઈ જાનીને સોપાયો

મોરબીના ઝૂલતા પુલ કેસમાં મૂકવામાં આવેલા સ્પેશિયલ પી.પી.એ રાજીનામું આપી દીધું હતું જેથી તેમને આ કેસમાંથી હટાવવામાં આવેલ છે અને ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા મોરબી જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાનીને હવે આ કેસની જવાબદારી સોંપવામાં આવેલ છે.

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીની ધરપકડ કરી હતી અને તે આરોપી જેલમાં હતા તે પૈકીનાં પાંચ આરોપી જામીન મુક્ત થયેલ છે અને પાંચ હજુ પણ જેલમાં છે.આ કેસમાં ગુજરાત સરકાર દ્વારા સ્પેશિયલ પીપી તરીકે એસ.કે.વોરાની નિમણુંક કરવામાં આવી હતી. જો કે, તેઓએ રાજીનામુ મૂકી દેતા રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા એસ.કે.વોરાને છુટા કરીને તેમની જગ્યાએ મોરબી જિલ્લાના ડીજીપી વિજયભાઈ જાનીને આ કેસની જવાબદારી સુપ્રત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.






Latest News