મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના રાયસંગપરમાં ઘરે કશું કહ્યા વગર બહાર જઈને પરત આવેલ બહેન ઉપર સગાભાઈએ કર્યો દાતરડા વડે હુમલો


SHARE











માળીયા (મી)ના રાયસંગપરમાં ઘરે કશું કહ્યા વગર બહાર જઈને પરત આવેલ બહેન ઉપર સગાભાઈએ કર્યો દાતરડા વડે હુમલો

માળીયા મીયાણા તાલુકાના રાયસંગપર ગામે રહીને મજૂરી કામ કરતી આદિવાસી યુવતી રાત્રિના સમયે કોઈને કશું કહ્યા વગર ઘરની બહાર ગઈ હતી અને ત્યાંથી તે પરત આવતા તેના સગા ભાઈએ તેના ઉપર શંકા કરીને ગાળો આપીને દાંતરડા વડે હુમલો કર્યો હતો ત્યારે યુવતીને માથા, કાન અને હાથમાં ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી હતી હાલમાં આ બનાવ સંદર્ભે પોલીસે વાડાના માલિકની ફરિયાદ લઈને ઇજાગ્રસ્ત યુવરીના ભાઈની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ગઈકાલે સમગ્ર દેશની અંદર ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન પર્વની ભાઈઓ અને બહેન દ્વારા ઉજવણી કરવામાં આવી છે ત્યારે રક્ષાબંધન પૂર્વે મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના રાયસંગપર ગામે પરેશભાઈ નારણભાઈ બાવરવા જાતે પટેલ (૪૬) ના ખરાવાડમાં આવેલ વાડામાં મકાનમાં રહીને મજૂરી કામ કરતી રવિતાબેન વેચનભાઈ ભાણું (૨૦) નામની યુવતીને તેના સગા ભાઈ લાલુભાઈ વેચનભાઈ ભાણું જાતે આદિવાસી રહે. મૂળ મધ્યપ્રદેશના ખેડા ગામ હાલ રહે. રાયસંગપર વાળાએ દાતરડાના ઘા જીકીને ગંભીર ઇજાઓ કરી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી હતી અને આ બનાવ સંદર્ભે હાલમાં મૂળ રાયસંગપરના રહેવાસી અને હાલમાં મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પવનસુત એપાર્ટમેન્ટમાં રહેતા પરેશભાઈ નારણભાઈ બાવરવા જાતે પટેલ (૪૬)એ લાલુભાઈ વેચનભાઈ ભાણુ સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીની બહેન રવિતાબેન ઘરમાં કોઈને કહ્યા વગર રાત્રિના ક્યાંક જતી રહેલ અને તે પરત આવતા તેના ભાઈએ તેના ઉપર શંકા કરીને ગાળો આપીને ઝઘડો કર્યો હતો અને બાદમાં દાતરડાથી હુમલો કર્યો હતો ત્યારે રવિતાને માથા, ડાબા કાન અને ડાબા હાથ ઉપર ઇજા કરીને આરોપી ત્યાંથી નાસી ગયો હતો. જોકે યુવતીને ગંભીર ઇજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ સુધી લઈ જવામાં આવેલ છે હાલમાં આ બનાવની આગળની વધુ તપાસ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી.જી. જેઠવા અને તેની ટીમ ચલાવી રહી છે




Latest News