મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદના સુસવાવ પાસે ટ્રક ટ્રેઇલરમાંથી ૧૦૪૦ કીલો વજનના સળિયાની ચોરી: પાંચ સામે ફરિયાદ


SHARE







હળવદના સુસવાવ પાસે ટ્રક ટ્રેઇલરમાંથી ૧૦૪૦ કીલો વજનના સળિયાની ચોરી: પાંચ સામે ફરિયાદ

સામખીયારી પાસે આવેલા કારખાનામાંથી લોખંડના સળિયા ભરીને અમદાવાદના એસ.પી. રીંગરોડ ઉપર મોકલાવવામાં આવ્યા હતા જો કે, ટ્રક ટ્રેઇલરના ડ્રાઈવરની સાથે સંપર્ક કરીને મોરબી જિલ્લાના માળીયા હળવદ હાઇવે ઉપર આવેલ સુસવાવ ગામ પાસે ટ્રક ટ્રેઇલરમાં ભરેલા લોખંડના સળિયામાંથી ૧૦૪૦ કીલો વજનના સળિયા કાઢી લઈને રૂપિયા ૫૭,૨૦૦ ના લોખંડના સળીયાની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં ટ્રાન્સપોર્ટર દ્વારા તેના ડ્રાઈવર સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને વિશ્વાસઘાત અને ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવામાં માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ગાંધીધામમાં સપનાનગર એનયુ/૪ બી.-૬૦૩ માં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતાં હરેન્દ્રસીંહ બલવંતસીંહ ઝાલા જાતે દરબાર (૪૩)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશને સમુન્દ્રસીંગ ભાદુસીંગ રાવત જાતે રાજપુત (૩૨) રહે. ગાફા થાના ટોડગઢ તા. ટોડગઢ જી. બ્યાવર રાજસ્થાન, લલીતભાઈ ધરમશીભાઈ પરમાર રહે. માળીયા અને બનાવના સ્થળ ઉપરની નાશી ગયેલ ત્રણ અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, માળીયા(મી) થી હળવદ તરફની રોડ સાઇડમા સુસવાવ ગામના પાટીયા પાસે ફરીયાદીની માલીકીના ટ્રક ટ્રેઇલર નંબર જીજે ૧૨ એવાય ૧૦૭૪ વાળીમા હક સ્ટીલ્સ એન્ડ મેટાલીકસ લી. ફેકટરી સામખીયારીથી ૩૨,૪૩૦ કિલો વજન ભરેલ લોખંડના સળીયા લઈને હરગોવીંદદાસ બેચરદાસ પટેલ સીલ્પ સેરેન સીલ્પ ઓન પ્રોજેકટ સીલજ ક્રોસરોડ એસ.પી. રીંગરોડ અમદાવાદ ખાતે જય રહ્યા હતા ત્યારે આ જથ્થામાથી ટ્રકમાથી એમ.એસ. બાર (TMT) ૦૮ એમએમ લોખંડની ભારીઓ નંગ-૧૩ જે એક ભારીનુ વજન ૮૦ કીલો એમ કુલ ૧૦૪૦ કીલો વજન ટ્રકમાંથી કાઢી લઈને ૫૭,૨૦૦ ના લોખંડના સળીયા ટ્રક ટ્રેઈલરના ડ્રાઈવર સહિતના કુલ પાંચ શખ્સો દ્વારા ચોરી કરી લેવામાં આવ્યા હતા અને અને ટ્રકના માલિક સાથે ડ્રાઇવરે વિશ્વાસઘાત કરેલ છે જેથી કરીને હાલમાં ટ્રકના માલિકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૪૦૭, ૪૧૧, ૧૨૦(બી) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 






Latest News