મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી દશનામ ગોસ્વામી સમાજના વિધાર્થીઓના સન્માન-સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી દશનામ ગોસ્વામી સમાજના વિધાર્થીઓના સન્માન-સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં સિદ્ધિ વિનાયક વાડી ખાતે મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા દ્વિતીય વિધાર્થી સન્માન સમારોહ અને પારિવારિક સ્નેહમિલન યોજાયું હતું જેમાં કે.જી થી કોલેજ અને એમબીએ સહિતની ઉચ્ચ ડીગ્રી ધરાવતા કુલ ૧૫૦ વિધાર્થીઓના સન્માન કરવામાં આવ્યા હતા ત્યારે વિધાર્થીઓને શિલ્ડ અને શિક્ષણકીટ આપવામાં આવી હતી ત્યારે સંતો મહંતો, સમાજના આગેવાનો અને પત્રકારોના હસ્તે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથોસાથ સંતો મહંતો દ્વારા યુવક મંડળ ટિમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના પત્રકાર સુરેશભાઇ ગોસ્વામી, અલ્પેશભાઈ ગોસ્વામી, સંદીપભાઈ વ્યાસ, અશોકભાઈ ખરચરીયા સહિતના હાજર રહ્યા હતા આ તકે ખાસ કરીને આગેવાનોએ વિધાર્થીઓને શિક્ષણ સાથે શિવધર્મનું જ્ઞાન આપો જેથી ધર્મ પરિવર્તન જેવા કિસ્સા ન બને તેવી પણ ટકોર કરી હતી અને સંતાનોના ભણતરમાં માત્ર માતા નહિ માતા પિતા બંનેની પુરી જવાબદારી છે તમારા બાળકોને વધુને વધુ ભણાવો જેથી તેનું પરિવાર અને સમાજનું નામ રોશન કરશે આ સમારોહમાં ડો.જયદીપભાઈ ગોસ્વામી, સીએ સુકેતુગિરી ગોસ્વામી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહને સફળ બનાવવા યુવક મંડળના પ્રમુખ તેજશગીરી મગનગીરી, ઉપપ્રમુખ બળદેવગીરી, ટ્રસ્ટી અમીતગીરી ગુણવંતગીરી, નિતેશગીરી, એડવોકેટ હાર્દિકગીરી સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.






Latest News