મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી-ટંકારામાં જુગારની ત્રણ રેડ: મહિલા સહિત ૧૨ જુગારી પકડાયા


SHARE







મોરબી-ટંકારામાં જુગારની ત્રણ રેડ: મહિલા સહિત ૧૨ જુગારી પકડાયા

મોરબી શહેરમાં બે તથા ટંકારામાં એક આમ કુલ મળીને જુગારની ત્રણ રેડ કરવામાં આવી હતી દરમિયાન મહિલા સહિત કુલ મળીને ૧૨ જુગારીઓ મળી આવતા પોલીસે તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ત્રણ ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપરમાં આવેલ હડકાઈ માતા વાળી શેરીમાં રહેતા જયંતીભાઈ માજુસાના ઘરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા જયંતીભાઈ ગાંડુભાઇ માજુસા (૬૦) અર્સદભાઇ નાઝીરભાઈ લશ્કરી (૩૩) દેવજીભાઈ જીવણભાઈ બાબરવા (૬૧) સુખરામભાઈ પ્રભુભાઈ ઝીંઝવાડીયા (૫૯) રમેશભાઈ પ્રભુભાઈ પાંચોટિયા (૬૦) અને દિનેશભાઈ રામજીભાઈ પાટડીયા (૪૨) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેમની પાસેથી રૂા.૨૫,૮૦૦ ની રોકડ કબ્જે કરી હતી અને જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

તેમજ જુગારની બીજી રેડ વિસીપરા ધોળેશ્વરમાં આવેલ જુની જેલ પાસે કરવામાં આવી હતી જેમાં જાહેરમાં જુગાર રમી રહેલા કાનજીભાઈ મેરૂભાઈ જાસલીયા, નરસિભાઈ બેચરભાઈ ઝિંઝુવાડીયા અને શિલ્પાબેન મહેશભાઈ બાબરીયા રહે.બધા મોરબી વિસીપરા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૮૪૦ રૂપિયાની રોકડ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.તેમજ ટંકારામાં દ્વારકાધીશ જીન પાસે દેવીપુજક વાસમાં જુગારની રેડ કરવામાં આવી હતી જેમાં મુન્નાભાઈ ધનજીભાઈ કુંઢીયા (૨૬) ગંગારામભાઈ ગોરધનભાઈ કુંઢીયા (૩૦) અને કિરણભાઈ પ્રભુભાઈ કુંઢીયા (૩૦) રહે. બધા દેવીપુજક વાસ ટંકારા વાળા જુગર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૫૩૦ ની રોકડ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીમાં લીલાપર રોડ ઉપર ગૌશાળાની બાજુમાં આવેલ નીલકમલ સોસાયટીમાં રહેતા ધનજીભાઈ રામજીભાઈ ચાવડા (ઉમર ૬૫) એ હાલમાં બાઈક નંબર જીજે ૩ એમક્યુ ૫૮૬૬ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે તેઓ ગૌશાળાની બાજુમાં હતા ત્યારે બાઈક ચાલકે પોતાનો બાઇકથી તેઓને ટક્કર મારીને નીચે રસ્તા ઉપર પછાડી દીધા હતા.જેથી કરીને માથામાં અને જમણા પગના ગોઠણમાં ઈજા હોવાથી તેને સારવાર માટે આયુષમાં લઈ ગયા હતા અને ધનજીભાઈ ચાવડાએ સારવાર લીધા બાદ હાલમાં બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે.






Latest News