મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક થયેલ લૂંટના ગુનામાં પકડાયેલા બે આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે, સગીરને બાળ સુધારણ ગૃહમાં મૂકયો


SHARE







મોરબી નજીક થયેલ લૂંટના ગુનામાં પકડાયેલા બે આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે, સગીરને બાળ સુધારણ ગૃહમાં મૂકયો

મોરબીના ટિંબડી ગામ નજીક પેટ્રોલ પંપમાંથી લૂંટ કરવામાં આવી હતી જે બનાવમાં પકડાયેલ બે આરોપીની સાથે જ ત્યાં કામ કરતો સગીર પણ સંડોવાયેલ હોવાનુ જે તે સમયે સામે આવ્યું હતું અને પોલીસે પકડાયેલા બે આરોપીને કોર્ટમાં રજૂ કરીને કોર્ટમાંથી તેને રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીને કોર્ટ હવાલે કરીને જેલ હવાલે કરેલ છે અને પંપમાં કામ કરતાં કર્મચારને હાલમાં બાળ સુધારણા ગૃહ ખાતે મૂકવામાં આવેલ છે તેવી માહિતી પોલીસ પાસેથી જાણવા મળેલ છે

મોરબીમાં આવેલ અવની ચોકડી પાસે જય અંબેનગરમાં અંજનીપુત્ર એપાર્ટમેન્ટમાં રહેતા રોહીતભાઈ દુર્લભજીભાઈ છનિયારા (૨૭)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લૂંટની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ૪૮,૦૦૦ ની લૂંટના ગુનામાં આરોપી નરેન્દ્રસિંહ દિલીપસિંગ રાવત (૨૨) અને ઠાકૂરસિંગ ભૈરવસિંગ રાવત (૨૪) રહે. બંને રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી અને જે શિવાનંદ પેટ્રોલ પંપ ખાતે લૂંટ કરવામાં આવી હતી ત્યાં પેટ્રોલ પંપ ઉપર કામ કરનાર સગીર પણ આરોપીઓ સાથે સંડોવાયેલ હોવાનુ સામે આવ્યું હતું જેથી તેને બાળ સુધારણા ગૃહમાં મૂકવામાં આવેલ છે અને બે આરોપી નરેન્દ્રસિંહ દિલીપસિંગ રાવત અને ઠાકૂરસિંગ ભૈરવસિંગ રાવત પાસેથી લૂંટમાં ગયેલ રોકડ સહિત કુલ મળીને ૧,૨૩,૬૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને ફરી કોરટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરેલ છે અને આ ગુનામાં હજુ માસ્ટર માઇન્ડ નવદીપ ઉર્ફે નિરૂ રાવત નામના શખ્સને પકડવાનો બાકી છે






Latest News