મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

દેશ ભક્તિના રંગે રંગાઈને દેશ માટે વીરગતિ પામનાર વીરોને વંદન: કલેક્ટર જી.ટી.પંડ્યા


SHARE











દેશ ભક્તિના રંગે રંગાઈને દેશ માટે વીરગતિ પામનાર વીરોને વંદન: કલેક્ટર જી.ટી.પંડ્યા

ટંકારા ખાતે અનેરા ઉત્સાહ સાથે ટંકારામાં દેવ કુંવરબા સંકુલ ખાતે ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ ધ્વજવંદન કરી, તિરંગો લહેરાવ્યો હતો તથા પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ આપતા કલેક્ટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, “આજનો દિવસ સ્વાતંત્ર્ય વીરો અને દેશ માટે હસતા મુખે શહાદત વહોરનાર શહીદોને યાદ કરવાનો અવસર છે. ભારતભરમાં મારી માટી મારો દેશકાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લો પણ આ કાર્યક્રમમાં સહભાગી બની રહ્યો છે.

મોરબી જિલ્લામાં તમામ ૩૭૫ ગામડાઓમાં ગ્રામિણ કક્ષાના કાર્યક્રમની ૧૦ ઓગસ્ટે ઉજવણી કરવામાં આવી છે . આગામી ૧૭ ઓગસ્ટે તાલુકા કક્ષાએ પણ કાર્યક્રમો યોજાનાર છે. જ્યાંથી કળશમાં માટી એકત્ર કરી આપણા જિલ્લામાંથી ૫ કળશ દિલ્હી ખાતે લઈ જઈ કર્તવ્ય પથ પર અમૃત વાટિકામાં અર્પણ કરવામાં આવશે. આ તકે કલેક્ટરએ જિલ્લા વહીવટી તંત્રના આરોગ્ય, આયોજન, શિક્ષણ, પોલીસ, સમાજ કલ્યાણ, પાણી પુરવઠા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પીજીવીસીએલ, પુરવઠા સહિતના તમામ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ થયેલા જન કલ્યાણના કામોની પણ છણાવટ કરી હતી. અને કલેકટરે આપણે સૌ દેશ ભક્તિના રંગે રંગાઈને દેશ માટે વીરગતિ પામનાર તમામ વીરોને વંદન કરી તેમનું સન્માન કરવા જણાવ્યું હતું. તપોભૂમિ ટંકારા ખાતે તત્વચિંતક અને સ્વાધિનતા મહત્વના પાયોનિયર પૈકીના એક એવા મહર્ષિ દયાનંદ સરસ્વતીને યાદ કરી તેમને  શત શત વંદન કર્યા હતા. સાથોસાથ ગાંધીજીના આદ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીને પણ યાદ કર્યા હતા આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી  સહિતના અધિકારી, કર્મચારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા ટંકારા મામલતદાર કેતન સખિયા, ટીડીઓ હર્ષવર્ધનસિંહ જાડેજા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.

માહિતી વિભાગના અધિકારનું સન્માન કરાયું

મોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે કલેક્ટરના હસ્તે જિલ્લા માહિતી કચેરીની વિશિષ્ટ કામગીરી માટે જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા અને માહિતી મદદનીશ બળવંતસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું. સરકારી યોજના હેઠળ જિલ્લામાં થયેલ કામગીરી તેમજ જિલ્લા વહીવટી તંત્રની હકારાત્મક પ્રચાર - પ્રસારની કામગીરી કરવામાં આવી છે. સાફલ્ય ગાથાઓ અને વિશેષ અહેવાલો થકી લોકોપયોગી સરકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર તેમજ સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ હકારાત્મક કામગીરી પ્રજા સુધી પહોંચાડવાની કામગીરી તેમજ બિપરજોય વાવાઝોડા દરમિયાન સતત ફિલ્ડમાં રહી સાચી પરિસ્થિતિ લોકો સુધી પહોંચે તે માટે પણ વહીવટી તંત્રના સાથે સંકલનમાં હકારાત્મક ભૂમિકા ભજવવામાં શ્રેષ્ઠ કામગીરી બદલ કલેક્ટરના હસ્તે પ્રશસ્તિ પત્ર એનાયત કરી વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું.




Latest News