મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે બિઝનેસ મિટિંગ માટે આવેલા મુંબઈના વેપારીનું ઊંચાઈએથી પડી જતા મોત


SHARE







મોરબીના લાલપર પાસે બિઝનેસ મિટિંગ માટે આવેલા મુંબઈના વેપારીનું ઊંચાઈએથી પડી જતા મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલા બિઝનેસ પાર્કમાં કોમ્પ્લેક્સના ચોથા માળેથી ત્રીજા માળે પડી જવાથી મૂળ મુંબઈના વતની અને કન્ટેનરનો બિઝનેસ કરતા વૃદ્ધનું મોત નિપજેલ છે જે અંગે જાણ થતા તાલુકા પોલીસ દ્વારા પહોંચીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હિતેશભાઈ પ્રભુભાઈ રૈયાણી જાતે પટેલ (૩૭) રહે. મારૂતિનંદન એપાર્ટમેન્ટ ગોલ્ડન માર્કેટ સામે રવાપર તા.મોરબી મૂળ ખાનપર તા.મોરબી વાળાએ પોલીસ મથક ખાતે જાણ કરી હતી કે, મોરબીના લાલપર ગામે આવેલ ઇડન સિરામિક નામના બિઝનેસ પાર્કમાં કોમ્પ્લેક્સના ચોથા માળેથી ફોનમાં વાત કરતા સમયે નીચે ઉતરી રહેલા મુરલીધર પ્રકાશભાઈ સુત્રાવે ભાવસેન (ઉમર ૫૦) રહે.અંબ્રોસા હાઉસની બાજુમાં પીઝા હન્ટ નજીક વાર્ષીનીનગર લિંક રોડ મુંબઈ વાળા પગથીયું ભૂલી જતા ચોથા માળેથી પગથિયાની સાઇડની પારાપેટ ન હોય ત્રીજા માળે પટકાયા હતા.જેથી માથાના ભાગે અને શરીરે થયેલી ગંભીર ઇજાઓના પગલે તેમને બેભાન હાલતમાં હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા બનાવ સંદર્ભે જાણ થતા બીટ વિસ્તારના જમાદાર મનીષભાઈ બારૈયા તથા રાયટર સાગરભાઇ મંઢ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં સામે આવ્યું હતું કે મૃતક મુરલીધરભાઈ કન્ટેનરનો બિઝનેસ કરતા હોવાથી બિઝનેસ મિટિંગ માટે તેઓ મુંબઈથી મોરબીના લાલપર ગામે આવેલ ઇડન સિરામિક બિઝનેસ સેન્ટરમાં આવ્યા હતા અને અહીં ચોથા માળેથી તેઓ નીચે ઉતરી રહ્યા હતા ત્યારે પગથિયાની સાઇડની પારાપેટ ન હોય ફોનમાં વાત કરતા સમયે તેઓ પગથિયું ભૂલી જતા ત્રીજા માળે પટકાયા હતા અને માથામાં થયેલી ગંભીર ઇજાઓને લઇને તેમનું મોતની નિપજયુ હતું.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વાવડી ગામે દશામાઁના મંદિર પાસે મારામારીના બનાવમાં ઈજા થતા હીરાભાઈ લક્ષ્મણભાઈ ઉભડિયા નામના ૫૫ વર્ષના આધેડને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમના પુત્ર જયેશભાઈ સાથે વાત થતા તેઓએ જણાવ્યું હતું કે, તેઓની પાડી ચોરીને અજાણ્યો ઇસમ જતો હોય તેને અટકાવવા જતા સમયે ઝપાઝપી થઈ હતી અને તે દરમિયાનમાં તેમના પિતા હીરાભાઈ ઉભડિયાને ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વાહન સ્લીપ થતા ઇજા

મોરબીના પીપળી ગામે ત્રીલોકધામ સોસાયટી વિસ્તારમાં રહેતા અમરસીભાઈ પ્રેમજીભાઈ પરમાર નામના ૬૩ વર્ષેના આધેડને વાહન અકસ્માતમાં ઇજા થતાં અત્રે ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તેઓ અહીંના નગર દરવાજા બાજુથી સિવિલ હોસ્પિટલ બાજુ જતા હતા ત્યારે પાલીકા પાસે આવેલ મહેશ્વરી મેડિકલ નજીક તેમનું બાઇક અકસ્માતે સ્લીપ થઈ જતા ઈજાઓ થતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા જે અંગે એ ડિવિઝન પોલીસમાં જાણ થતા વી.કે.પટેલ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News