મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત
Breaking news
Morbi Today

ટંકારા ગામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ


SHARE







ટંકારા ગામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ

ભારતમાતાની ભૂમી ખરેખર વીર સપુતોની ભુમી છે. અંગ્રેજોની ગુલામીમાંથી આપણી માતૃભૂમી મિને આઝાદી આપવામાં કોઈપણ સમાજ પાછળ રહી ગયો નથી. દરેક સમાજે ખંભે ખંભો મેળવીને આઝાદીની લડતમાં પોતાનું યોગદાન આપ્યું છે. તેમાનું જ એક નામ છે આદિવાસી સ્વાતંત્ર સેનાની અને જન નાયક બિરસામુંડા’.

આજે ૯ મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ. આ દિવસ આદિવાસીઓ અને પ્રકૃતિના સંરક્ષણ માટે ઉજવવામાં આવે છે. આપણે જો આપણા દેશના ઈતિહાસમાં નજર નાંખીએ તો જોવા મળશે કે ઘણા આદિવાસીઓએ સમયે સમયે દેશ પ્રત્યેની પોતાની વફાદારી દેખાડી પોતાની ભારતભૂમીના સપુત તરીકેની ઓળખાણ અપાવી છે. જેમાના એક છે જન નાયક બિરસામુંડા. તેમણે આદિવાસીના હક માટે અંગ્રેજો સામે લડત ચલાવી હતી. ઉપરાંત અંગ્રેજોના જુલ્મો સામે લડ્યા હતા. આજે મોરબી જિલ્લાના ટંકારા ગામે વીર બિરસામુંડાની યાદમાં એક રેલી કાઢીને આદિવાસી દિવસની ધુમ ધામથી ઉજવણી કરી હતી. જેમાં બાળકોથી માંડીને વૃદ્ધો સુધી બધા આ રેલીમાં જોડાઈને પોતાના સમાજના હક માટે લડનાર એ વીર બિરસામુંડાને યાદ કરીને તેને નમન કર્યા હતા. રેલીમાં નાના બાળકોના હાથમાં ધનુષ બાણ જોઈને વીર એકલવ્યની યાદ અપાવી જાય છે. ખરેખર ભારતભૂમી આવા શુરવીરોથી ધન્ય છે.






Latest News