મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલા બાળક રાજકોટ સારવારમાં મોરબીના મચ્છુ-2 ડેમમાં મામા સાથે નહાવા ગયેલ ભાણેજનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબીના મકનસર પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા ફોર-વ્હિલર વાહનોના પસંદગીના નવા નંબર માટે ઓનલાઇન હરાજી કરાશે વાંકાનેર તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની ટીમની નવી રચના કરવામાં આવી મોરબીમાં શેરીમાં ગાળો બોલવાની ના કહેતા યુવાનને માથામાં ધોકો મારીને છરી મારવાની ધમકી માળીયા (મી)ના જુમાવાડી વિસ્તારમાં દરિયાની ખાડીમાંથી બાળકનું કંકાલ મળ્યું
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરા ગામે વીજ ધાંધિયા: તંત્ર નીંભર


SHARE









માળીયા (મી)ના બગસરા ગામે વીજ ધાંધિયા: તંત્ર નીંભર

માળીયા મિયાણા તાલુકાનાં બગસરા ગામે વીજ ધાંધિયા રોજિંદા છે જેથી કરીને ગામલોકોને હેરાન થવું પડે છે અને ગામના લોકોને પાણી સ્પલાઈ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે જેથી કરી ગ્રામ પંચાયતે વીજ કંપનીમાં રજૂઆત કરેલ છે પણ કોઈ કામ કરવામાં આવતું નથી

માળીયાના બગસરા ગ્રામ પંચાયતે હાલમાં વીજ કંપનીની પીપળીયા પેટા વિભાગ કચેરીમાં નાયબ ઈજનેરને લેખિતમાં રજુઆત કરી છે જેમાં જણાવ્યુ છેકે, બગસરા ગામે પાવર સ્પલાઈમાં ધાંધીયા છે અને ટીસીમાં ફોલ્ટ હોવાથી વારંવાર લાઇટ જાય છે જેથી કરીને અગાઉ રજુઆત કરવામાં આવી હતી તો પણ કોઈ કામ કરવામાં આવ્યું નથી અને હાલમાં લાઈટ ન હોવાથી પાણીની મોટર બંધ રહે છે જેથી કરીને ગામમાં પાણી વિતરણમાં સમસ્યા ઉભી થાય છે જેથી વીજ કંપની દ્વારા નિયમિત પાવર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે




Latest News